મમતા પર હુમલા પ્રશ્ર્ને ભાજપ-ટીએમસી આમને સામને

18
કોરોના
કોરોના

બન્ને પક્ષોના નેતાઓ ચૂંટણી પંચ સમક્ષ દોડી ગયા, હુમલા બદલ એક મીઠાઇ વાળાને શોધતી પોલીસ
ગઇકાલે નંદીગ્રામમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો થયાની ઘટના બાદ ભારે રાજકારણ રમાઇ રહયું છે અને ભાજપ તથા શાસક ટીએમસી આમને સામને આવી ગયા છે. આજે બન્ને પક્ષના આગેવાનો સામસામે રજૂઆતો કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ ધસી ગયા હતા. ટીએમસીએ ઘટનાની તપાસ તત્ટસ્થ રીતે કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. બીજી તરફ ભાજપે પંચ સમક્ષ એવી ફરીયાદ કરી છે કે, માત્ર રાજકારણ ખાતર મમતાએ બનાવટી ફરીયાદ કરી છે. આખી ઘટના ઉપજાવી કાઢેલી છે. દરમ્યાન પોલીસે હુમલાની તપાસ વેગવાન બનાવી છે અને નંદીગ્રામના એક મીઠાઇ દુકાનદારની શોધ ચલાવી રહી છે. ચૂંટણી પંચે પણ વિગતવાર અહેવાલ મંગાવ્યો છે.