મમતાના નિકટના અને ટીએમસીના ધારાસભ્ય સોનાલી ગુહા ભાજપમાં જોડાશે

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીના નિકટના અને પાર્ટીમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલાં સોનાલી ગુહા ભાજપમાં જોડાશે. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન મળતાં તેમણે કહૃાું કે, તે ભાજપમાં જોડાશે. તેમણે પત્રકારોને કહૃાું કે, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે તેમને પાર્ટી કાર્યાલય આવીને પાર્ટીમાં જોડાવવા અનુરોધ કર્યો છે.

હું ભાજપમાં જોડાઇશ. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ ગુહાએ કહૃાું કે, તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે આ નિર્ણય લેવો પડશે. સતગછિયાના ધારાસભ્ય ગુહાએ આરોપ મૂક્યો કે, તૃણમૂલ કોંગ્રેસમાં તેમને સન્માન નહીં મળ્યો. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળતાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

સતગછિયાથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સોનાલી ગુહાને જ્યારે ખબર પડી કે, તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી, તો તેઓ રડી પડ્યાં હતાં. એક સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિકટના સાથી રહેલાં ગુહાએ કહૃાું કે, ભગવાન મમતા દીદીને સારી સમજ આપે. હું શરૂઆતથી તેમની સાથે છું.