મનસુખ હિરેન હત્યા કેસ: એટીએસની મોટી કાર્યવાહી, 2 લોકોની ધરપકડ

5
ANTILIA-NIA
ANTILIA-NIA

Subscribe Saurashtra Kranti here.

મનસુખ હિરેનનો મૃતદેહ થાણે પાસેની ખાડીમાંથી મળી આવ્યો હતો

મનસુખ હિરેન હત્યાના મામલામાં મહારાષ્ટ્ર પોલીસની એટીએસ ટીમે બે લોકોની ધરપકડ કરી છે.જેમાંથી એક ક્રિકેટ બૂકી છે અને એક મુંબઈ પોલીસનો પૂર્વ કોન્સ્ટેબલ છે.

મળતી વિગતો પ્રમાણે બૂકી નરેશ ધરે અને પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શીંદેને આજે બપોર બાદ પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે.વિનાયક શીંદે પર અગાઉ એક એક્ધાઉન્ટરનો પણ આરોપ છે અને હાલમાં તે પેરોલ પર બહાર છે.આ પહેલા એટીએસ દ્વારા એ્ન્ટિલિયા કેસમાં એનઆઈએ દ્વારા પકડવામાં આવેલા મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકાર સચિન વાજેની કસ્ડી માંગવામાં આવી હતી.જોકે કોર્ટે કહૃાુ હતુ કે, ૨૫ માર્ચ બાદ એટીએસને તેમની કસ્ટડી મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોરપિયો કાર પાર્ક કરાઈ હતી.કારના માલિક મનસૂખ હિરેનનુ એ પછી રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ.મનસુખ હિરેનનો મૃતદેહ થાણે પાસેની ખાડીમાંથી મળી આવ્યો હતો.શરુઆતમાં મનસુખ હિરેને આત્મહત્યા કરી હોવાની થીયરી મહારાષ્ટ્ર પોલીસે રજૂ કરી હતી.

Read About Weather here

જોકે એ પછી તેમની હત્યા કરાઈ હોવાના સાંયોગિક પૂરાવા મળ્યા હતા.દરમિયાન સૂત્રોનો દાવો છે કે, મનસૂખ હિરેને મોતના થોડા દિવસ પહેલા જ પોલીસ કર્મીઓ અને મીડિયા કર્મીઓ પરેશાન કરી રહૃાા હોવાની ફરિયાદ પણ કરી હતી. દરમિયાન આ મામલામાં સચિન વાજેની ધરપકડ બાદ એક પછી એક થઈ રહેલા ખુલાસાઓથી રાજકીય ધરતીકંપ સર્જાયો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here