ભાજપના ઈશારે અસામાજિક તત્વો મતદાતાઓને ડરાવતા હતા: ચાવડાનો આક્ષેપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સવારથી જ ઓછા મતદાનના આશાર જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આ અંગે નિવેદન આપ્યું છે. ઓછા મતદાન વચ્ચે અમિત ચાવડાએ ભાજપને જવાબદાર ગણાવ્યું છે ઓછા મતદાન પાછળ અમિત ચાવડાએ ભાજપને જવાબદાર ગણાવતા કહ્યું કે વધુ કે ઓછું મતદાન શાસકો પ્રત્યેનો રોષ દર્શાવે છે અમિત ચાવડાએ અનેક જગ્યાઓ પર ગેરરીતિની ફરિયાદો સામે આવી હોવાનું જણાવ્યું છે. ચૂંટણી પંચમાં કોંગ્રેસે ગેરરીતિઓ અંગે ફરિયાદો કરી છે. નિકોલમાં અસામાજિક તત્વોને છૂટો દોર અપાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપના ઈશારે અસામાજિક તત્વો મતદાતાઓને ડરાવતા હોવાની વાત ચાવડાએ કરી છે.