રાજકોટની 72 બેઠકો માટે આવતીકાલે 6 સ્થળોએ મત ગણતરી
દરેક કેન્દ્ર પર ત્રણ-ત્રણ વોર્ડની મત ગણતરી, ચૂંટણી પંચે ફાળવ્યો 982 લોકોનો સ્ટાફ
બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના, નિરસ માહોલ વચ્ચે 50.72 ટકા મતદાન
ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના જીતના દાવાઓ સાથે રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર મહાનગરપાલિકાઓ માટે સરેરાશ 48 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારે ગઈકાલ સાંજથી તમામ મહાનગરપાલિકાના 2276 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. અને તમામની નજર હવે આવતીકાલે થનાર મતગણતરી પર મંડાયેલી છે. ત્યારે રાજકોટ મનપાની 72 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ સહિતના 293 ઉમેદવારો મેદાનમાં છે. જે તમામ ઉમેદવારો આવતીકાલે આવનારા પરિણામો અંગે પરિવર્તન કે પૂનરાવર્તનના સવાલ સાથે રાજકોટવાસીઓના જનાદેશની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા માટે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન કામગીરી પૂર્ણ થતાં ચૂંટણીપંચે પણ આવતીકાલની મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અને રાજકોટ મનપાની 72 બેઠકો માટે 50.75 ટકા જેટલું મતદાન નોંધાયુ છે. આ મતોની ગણતરી માટે ચૂંટણીપંચે કુલ 982 જેટલા અધિકારીઓ-કર્મચારીઓનો ચૂંટણી સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. જે તમામને શહેરમાં નકકી કરવામાં આવેલા મતગણતરી કેન્દ્રોની જવાબદારી સોંપી દેવામાં આવી છે. જે 6 મતદાન ગણતરી કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે. તેમાં વોર્ડ નં.1 થી 3 ના મતોની ગણતરી વીરબાઈમાં કોલેજ, વોર્ડ નં.4 થી 6ની મતગણતરીએ.એસ. ચૌધરી હાઈસ્કૂલ, વોર્ડ નં.7 થી 9 ના મતોની ગણતરી એસ.વી. વિરાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે જયારે વોર્ડ નં.10 થી 12 ના મતગણતરી કેન્દ્ર તરીકે હેમુ ગઢવી હોલ પાસે આવેલ એવીપીટીઆઈની પસદંગી કરવામાં આવી છે. વોર્ડ નં.13 થી 15 ના મતોની ગણતરી ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવિયા કોલેજ ખાતે કરવામાં આવશે. અને વોર્ડ નં.16 થી 18 ના મતગણતરી કેન્દ્ર તરીકે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ નકકી કરવામાં આવ્યો છે. નકકી કરવામાં આવેલા 6 મતગણતરી કેન્દ્રો પર રાજકોટ મનપાની 72 બેઠકો માટે 11 થી 14 રાઉન્ડમાં મતોની ગણતરી કરવામાં આવશે. જેના માટે ચૂંટણી પંચનો 982 જેટલા લોકોનો સ્ટાફ ફરજ બજાવશે. આવતીકાલે થનાર મતગણતરી માટે વોર્ડ નં.1 થી 3 માં 12 રાઉન્ડ માટે 184 લોકોનો ચૂંટણી સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
જયારે વોર્ડ નં.4 થી 6માં 12 રાઉન્ડમાં 140 જેટલો ચૂંટણી સ્ટાફ મતોની ગણતરી કરશે. તેમજ વોર્ડ નં.7 થી 9 માં 12 રાઉન્ડની મતગણતરી ચૂંટણી સ્ટાફના 174 જેટલા લોકો દ્વારા કરવામાં આવશે. અને વોર્ડ નં.10 થી 12 માટેના મતોની ગણતરી પણ 12 જેટલા રાઉન્ડમાં કરવામાં આવશે જેના માટે 170 લોકોનો ચૂંટણી સ્ટાફ રોકાયેલો છે. ઉપરાંત વોર્ડ નં.13 થી 15 માં મતગણતરી માટે 11 રાઉન્ડ કરવામાં આવશે. જે કામગીરી ચૂંટણી સ્ટાફના 152 જેટલા લોકો હાથ ધરશે અંતમાં વોર્ડ નં.16 થી 18 ના મતોની ગણતરી 14 રાઉન્ડમાં 162 લોકોનો સ્ટાફ કરશે. આવતીકાલે થનાર મતગણતરીમાં સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ દ્વારા પોસ્ટ મારફત કરવામાં આવેલા બેલેટ પેપરના મતોની ગણતરી કરવામાં આવશે. જયારે સવારના આઠ વાગ્યાથી અન્ય સરકારીકર્મીઓના મતોની ગણતરી કરાશે અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. રાજકોટ મનપાની 72 બેઠકોના પરિણામો માટે લગભગ બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. કોરોના મહામારીનો ભય વધતી જતી મોંઘવારી વચ્ચે નિરૂત્સાહ માહોલમાં પણ નેતાઓની છેલ્લી કલાકોની દોડધામથી મતદાનનો આંક 50 ટકાને પાર થઈ ગયો છે. ત્યારે રાજકોટવાસીઓ મનપામાં પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન તે તો આવતીકાલે ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડ