મધ્ય પ્રદેશના મંદસૌરમાં અજ્ઞાત લોકોએ ખંડિત કરી મહાત્મા ગાંધીની પ્રતિમા

5

મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં આવેલા ગુજરબર્ડિયા ગામમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટના બની છે. અજ્ઞાત લોકોએ મંગળવારે રાતના સમયે એક સરકારી શાળાના મેદાનમાં રહેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાંખી હતી.

એએસપી અમિત વર્માએ ગુજરબર્ડિયા ગામની શાસકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના મેદાનમાં લાગેલી ગાંધીજીની આદમકદ પ્રતિમાને અસામાજીક તત્વોએ તોડી પાડી હોવાની માહિતી આપી હતી.

અફઝલપુર થાણાના નિરીક્ષકે શાળાના આચાર્યનો હવાલો આપીને અગાઉ પણ આ પ્રતિમાના હાથને ક્ષતિગ્રસ્ત કરવામાં આવેલો જેનું શાળા દ્વારા સમારકામ કરવામાં આવેલું તેવી માહિતી આપી હતી. આ કેસમાં પોલીસે યોગ્ય કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે અને કેસની તપાસ શરૂ કરી છે.