મધ્ય પ્રદેશના ઇન્દોરમાં લીફ્ટ નીચે ખાબકી કમલનાથ અને કોંગ્રેસના નેતાઓનો દૈવી બચાવ

47

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક ખાનગી હોસ્પિટલની લીફ્ટ અચાનક નીચે ખાબકતા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને એમની સાથેના સંખ્યાબધ કોંગ્રેસી નેતાઓનો ચમત્કારિક બચાવ થયો હતો. કમલનાથે તેમના બચાવ માટે ઈશ્વરનો અભાર માન્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે, હનુમાનજીએ મારી રક્ષા કરી છે, જય હનુમાન.

કમલનાથ અને તેમની સાથેના કેટલાક કોંગ્રેસના નેતાઓ લીફ્ટ થકી ઉપરના મળે જઈ રહ્યા હતા ત્યારે લીફ્ટ અચાનક ગ્રાઉન્ડ ફોલરમાંથી ખસીને બેઝમેન્ટમાં જઈ પડી હતી. જો કે સદનસીબે કોઈને ઈજા થઇ ન હોતી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, આ ગંભીર બેદરકારીનું પરિણામ છે. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કમલનાથના ખબર અંતર પૂછ્યા હતા અને આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. કમલનાથે જણાવ્યું હતું કે, સિક્યોરીટી સ્ટાફની બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે.