35ના મૃતદેહો મળી આવ્યા, રાજયભરમાં અરેરાટી અને શોકની લાગણી
45 ના મોતની આશંકા
મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. કેનાલમાંથી અત્યાર સુધી 35 મૃતદેહો કાઢવામાં આવ્યાં છે.
બસમાં 54 મુસાફરો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો. એએસપી અંજુલતા પટલેએ કહ્યું હતુ કે 35 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના તમામ મુસાફરોના મોતની આશંકા છે. રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે લગભગ સાડા સાત વાગે અકસ્માત થયો હતોબસ સીધીથી સતના જઇ રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ 32 લોકોને બસમાં બેસાડી શકાય તેમ હતા, પરંતુ તેમાં 54 મુસાફરો ભરવામાં આવ્યા હતા. બસને સીધર રસ્તે છુહિયા ઘાટી થઈને જવાનું હતું, પરંતુ અહીં ટ્રાફિકજામ હોવાને કારણે ડ્રાઇવરે રસ્તો બદલી નાંખ્યો હતો. તે નહેરના કાંઠેથી બસ લઈ જઇ રહ્યો હતો. આ રસ્તો એકદમ સાંકડો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું. ઝાંસીથી રાંચી જતો હાઇવે સતના, રીવા, સીધી અને સિંગરૌલી થઈને જાય છે. અહીંનો રસ્તો ખરાબ અને અધૂરો છે. આકારણે અહીં અવાર નવાર ટ્રાફિક જામ રહે છે.