મથુરામાં ઇદગાહ મસ્જિદમાં ચાર હિન્દુ યુવકોએ હનુમાન ચાલીસાના પાઠ કરતાં ધરપકડ

38

ઉત્તર પ્રદેશના મથુરામાં નંદબાબાના મંદિરમાં નમાજ પઢવાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્યાં ગોવર્ધન વિસ્તારમાં આવેલી ઇદગાહમાં ચાર યુવકોએ હનુમાન ચાલીના પાઠ કર્યાં. મંગળવારની સવાર હનુમાન ચાલીસાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને ચારેય યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર ઇદગાહમાં હનુમાન ચાલીસા પઢનાર યુવકો સૌરભ લંબરદાર, રાઘવ મિત્તલ, કાન્હા અને કૃષ્ણા ઠાકુર છે. આ તમામ ગોવર્ધન વિસ્તારમાં જ રહે છે. પોલીસે તમામની સામે શાંતિભંગની કલમ લગાવી જેલ ભેગા કર્યાં છે. પોલીસ પુછરપછમાં આરોપીએ ખુલાસો કર્યો કે તેઓ ભાયચારા માટે મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા દિલ્હીના રહેવાસી ફૈજલ ખાન અને તેના એક મિત્રએ નંદગાંવના નંદનબાબા મંદિરમાં નમાજ પઢીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. આ સંબંધમાં ચાર લોકોની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.

પોલીસે પોલીસે આરોપી ફૈઝલ ખાન, તેના મુસ્લિમ મિત્ર અને બે હિન્દુ સાથીઓ વિરૂદ્ધ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો, ધાર્મિક સંપ્રદાયોની વચ્ચે અણબનાવ ઉભો કરવાનો, સમાજમાં એવો ડર પેદા કરવો જેના કારણે માહોલ ખરાબ થવાની આશંકા ઉભી થાય અને ઉપાસના સ્થળને અપવિત્ર કરવા જેવા આરોપોમાં કેસ દાખલ કર્યો છે.