ભાવમાં વધારો પરત ખેંચો, નહીંતર સરકારને ઘેરાવ

ભાજપ સરકારે લોકોને અચ્છેદિનના સપના બતાવ્યા

જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા ભાવેશ ભાસાએ રાજ્યપાલને રજૂઆત કરી

ભુતકાળમાં કોંગ્રેસની સરકાર વખતે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કાચા મટીરીયલની કિંમત વધતી ત્યારે સરકાર સબસીડી વધારતી હતી

રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા ભાવેશ ભાસાએ રાજ્યપાલને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, દેશની આઝાદી પછી આટલા વર્ષોમાં આટલો મોટો ભાવ વધારો ક્યારેય થયો નથી. ભુતકાળમાં કોંગ્રેસ વખતે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કાચા મટીરીયલની કિંમત વધતી ત્યારે ગવર્મેન્ટ સબસીડી વધારતી હતી. પરંતુ ખેડુતોને ખાતર સસ્તુ અપાતું હતું. હાલ ગુજરાત પાસે જુના ભાવનું ખાતર છે. તે જુના ભાવેજ આપવામાં આવે કારણ કે હાલ કોરોનાની મહામારીમાં લોકો ખુબ મુશ્કેલીઓ વેઠી રહયા છે.

Subscribe Saurashtra Kranti here

મોંધવારી, બેરોજગારીથી પીડાઇ રહ્યા છે. ત્યારે ખેડુતોના ખેતી માટેના મેઇન વપરાશ ખાતર ઉપર 50 થી 60% જેટલો જંગી ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન ભારતની જનતાનું કંઇક વિચારે ફક્ત ખાતરના ભાવ વધારાથી ખેડુતો ઉપર 1400 કરોડનું ભારણ વધો અને સરકાર 250 કરોડની વધારાની કમાણી કરશે. ભાજપાએ લોકોને સપના બતાવ્યા હતા

Read About Weather here

અચ્છીદીન, મનકી બાત, ખેડુતોની આવક બમણી, વર્ષે બે કરોડનોકરી, ગેસ પેટ્રોલના ભાવો ધટાડવાના? પણ આજે બમણા કરી નાખ્યા છે. વધુમાં ગવર્મેન્ટ ભાવ વધારો પાછો ખેંચે અન્યથા ગામડે-ગામડે ખેડુતોને સાચી વાત જાગૃત કરી ગવર્મેન્ટનો ઘેરાવ વિરોધ કરવામાં આવશે. ભાવેશ ભાસા, પ્રવકતાની યાદી જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here