ભાલા ફેંક ફાઇનલમાં નિરજ ચોપડા: બોક્સિગંમાં લવલીનાને કાસીય

ભાલા ફેંક ફાઇનલમાં નિરજ ચોપડા: બોક્સિગંમાં લવલીનાને કાસીય
ભાલા ફેંક ફાઇનલમાં નિરજ ચોપડા: બોક્સિગંમાં લવલીનાને કાસીય

ટોકીયો ઓલિમ્પિકમાં એથલીટ અને પહેલવાનોનો ઉજળો દેખાવ

કુસ્તીમાં રવિ કુમાર દહીયા અને દિપક પુન્યાની જીત સાથે આગેકુચ, મહિલા હોકિ સેમીફાઇનલમાં બ્રિટનને 5-1થી હરાવતું નેધરલેન્ડ

ટોકીયો ઓલિમ્પિકમાં ભારતના એથલીટ અને પહેલવાનોએ આજે ઉજળો દેખાવ કરીને ભારત માટે ચંદ્રકની આશા જગાવી છે. પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં નિરજ ચોપડાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કુસ્તીબાજ દિપક પુનીયા અને રવિકુમાર દહિયાએ પહેલા રાઉન્ડમાં જીત મેળવીને આગેકુચ કરી છે.

ભારત માટે આજે સૌથી મહત્વની સફળતા મહિલા બાક્સિગંમાં મળી હતી. ભારતની લવલીનાએ સેમીફાઇનલમાં પરાજય મેળવ્યો હતો પણ દેશ માટે કાસાનો ચંદ્રક જીતી હાસલ કરી લીધો હતો. લવલીના સેમીફાઇનલમાં ઉચ્ચ ક્રમાંકિત બુસેનાઝ સુરમેનીલ સામે પરાજય થઇ હતી. પણ કાસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

તુર્કીની વિશ્ર્વ વિજેતા બુસેનાઝે લવલીનાને 5-0થી હાર આપી હતી. આસામની બોકસર શરૂઆતમાં સારી લડત બાદ સતત પાછડ પડતી ગઇ હતી. પણ કાસાનો ચંદ્રક મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. આજે આખા દેશની નજરો ટેલીવીઝન સેટ પર ભારતીય મહિલા હોકી ટીમના આરજેટીના સાથેના સેમીફાઇનલ મુકાબલા પર રહેશે.

બપોરે 3:30 વાગ્યે મેચ શરૂ થવાનો છે. ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચીને નવો ઇતિહાસ રચે તેવી કરોડો ચાહકો પ્રાર્થના કરી રહયા છે. એથલેટીસમાં ભારતના નિરજ ચોપડાએ કવોરીફાઇ રાઉન્ડમાં શાનદાર દેખાવ કર્યો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિશ્ર્વ વિજેતા ખેલાડીથી પણ આગળ વધીને નિરજ ચોપડા 86.65 મીટરના અંતર સુધી ભાલો ફેંકયો હતો અને ફાઇનલમાં સ્તાન મેળવ્યું હતું. કુસ્તીમાં રવિકુમાર દહિયાએ કોલીમબયાને પરાજીત કરો કવોલીફાઇમાં પ્રવેશ કર્યો હતો. 

Read About Weather here

બીજી તરફ એથલેટીસમાં કમલપ્રિત કૌર અને તેજીન્દરપાલસિંઘ તુરે નિરાશ કર્યા હતા. ડિસ્કસ થ્રોમાં કમલપ્રિત કૌર છઠ્ઠા સ્થાને રહી હતી. જયારે શોટફુટ એટલે કે ગોળા ફેંકમાં તેજીન્દર તુર ફાઇનલમાં પહોંચી શકયો ન હતો. આસામની લવલીનાએ પહેલી વખત ઓલિમ્પિક જેવી સ્પર્ધામાં ભાગ લીધો અને પહેલા જ પ્રયાસમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવી મેરી કોમ તથા વિજેન્દરસિંઘની હરોરમાં સ્થાન મેળવ્યું છે.

મહિલા હોકિમાં નેધરલેન્ડની ટીમે અદભુત અને કલાસીક રમત બતાવી ગ્રેટ બ્રિટનની મહિલા ટીમને 5-1થી ધુળ ચાટતી કરી દીધી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here