ભારત સાથે ટકરાવ બાદ ચીન લદ્દાખ બોર્ડર પર ઘણી જગ્યાએ પાછળ હટ્યું નથી

9

અમેરિકાના સંરક્ષમ મંર્લાય પેન્ટાગોનમાં તૈનાત લશ્કરી અધિકારીનો ખુલાસો

ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતિ કરાર પ્રમાણે બંને દેશની સેનાઓ લદ્દાખ મોરચે પાછળ હટી છે ત્યારે અમેરિકાના એક ટોચના લશ્કરી કમાન્ડરે સ્ફોટક દાવો કર્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનમાં તૈનાત એડમિરલ ફિલિપ ડેવિડસનનુ કહેવુ છે કે, ભારતીય સેના સાથે ટકરાવ બાદ ચીન લદ્દાખ બોર્ડર પર ઘણી જગ્યાએ પાછળ હટ્યુ નથી.

સાથે સાથે તેમણે એમ પણ કહૃાુ હતુ કે, અમેરિકાએ ભારતને ઘણી ઉપયોગી માહિતી અને ઠંડા વિસ્તારોમાં સૈનિકો માટે જરુરી કપડા તથા બીજા ઉપકરણો પણ પૂરા પાડીને ભારતની મદદ કરી છે.

અમેરિકાના યુએસ ઈન્ડો પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ ડેવિડસને સેનેટના સભ્યોને જાણકારી આપતા કહૃાુ હતુ કે, ચીનની સેનાએ શરુઆતમાં ટકરાવ બાદ જે વિસ્તારો પર કબ્જો કર્યો હતો તેમાંથી ઘણી જગ્યાએથી તે પાછળ હટયુ નથી.ચીન સાથેના ઘર્ષણ બાદ ભારતને અહેસાસ થયો છે કે, સંરક્ષણ માટેની કેટલીક જરુરિયાતો પૂરી કરવા માટે બીજા દેશો સાથે સહયોગ અનિવાર્ય છે.

આ પહેલા ભારત વૈશ્ર્વિક સ્તરે તટસ્થ રહેવાનુ વલણ અપનાવતુ હતુ પણ ચીન સાથેના ટકરાવે ભારતને અહેસાસ કરાવ્યો છે કે, બીજા દેશો સાથે સહયોગ રાખવાના પરિણામો ભારતના હિતમાં છે. તેમણે કહૃાુ હતુ કે, ભાતર સાથે અમેરિકાનો સમુદ્રી સહયોગ પણ વધી રહૃાો છે અને મને લાગે છે કે, ભારત અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે પોતાના સબંધો વધારે મજબૂત બનાવશે.