ભારત વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પહોંચશે તો એશિયા કપ ટળી જશે: પીસીબી

21

જો ટીમ ઇન્ડિયા વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચે છે તો આ વર્ષે જૂનમાં યોજાનાર એશિયા કપ ટળી જશે. આવું કહેવું છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એહસાન મનીનું. કરાચીમાં મીડિયા સાથે વાતચીતમાં મનીએ કહૃાું કે,તારીખો તકરાઇ રહી છે. અમને લાગે છે કે, ટૂર્નામેન્ટને ૨૦૨૩ સુધી આગળ વધારી દેવી જોઇએ.
પીસીબીના સીઇઓ વસીમ ખાનનું પણ આવું જ કહેવું છે. તેમના અનુસાર પણ ભારત વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે તે નક્કી છે. જે આ વર્ષે ૧૮ જૂનનાં રોજ લંડનનાં ઐતિહાસિક મેદાન લૉર્ડસમાં રમાશે. એશિયા કપનું આયોજન પણ જૂન મહિનામાં જ થવાનું છે, જેની યજમાની શ્રીલંકા કરશે. ગત વર્ષે આ ટૂર્નામેન્ટ કોરોના મહામારીના કારણે યોજાઇ ન હતી.

ટી-૨૦ વિશ્ર્વ કપ પણ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે, જેની યજમાની ભારત કરશે. પાકિસ્તાનનાં સામેલ થવા પર હજૂ પણ શંકા યથાવત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે પણ આજે વધુ એક વખત આ મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રાખી છે. મનીએ કહૃાું કે, ભારત જ્યાં સુધી તેમની ટીમ, પ્રશંસકો અને પત્રકારાને વિઝા આપવાનો લેખિતમાં આશ્ર્વાસન આપતું નથી, ત્યાં સુધી તેઓ ટૂર્નામેન્ટ યૂએઇમાં કરવાની માંગ કરતા રહેશે. બોર્ડે આઇસીસીને પોતાના વિચારોથી અવગત કરાવી દીધુ છે.

મનીએ કહૃાું કે, પાકિસ્તાનનાં આખા દળની સુરક્ષા વ્યવસ્થાને લઇ બીસીસીઆઇ પાસે લેખિતમાં આશ્ર્વાસન ઇચ્છીએ છીએ. મનીએ કહૃાું,આ બિગ થ્રીની માનસિક્તા બદલવાની જરૂર છે. અમે આઇસીસીને કહી દીધુ છે કે, અમે માર્ચના અંત સુધીમાં લેખિતમાં આશ્ર્વાસન જોઇએ કે આગળ શું કરવું છે નહીં તો અમે વિશ્ર્વ કપનું આયોજન ભારતમાં નહીં પણ યૂએઇમાં કરાવાની માંગ કરીશું.