ભારત બાયોટેક ટૂંક સમયમાં જ નસલ વેક્સીનનો ટ્રાયલ કરશે શરૂ

36

ભારતને કોરોના વેક્સીન મોરચે ટુંક સમયમાં જ વધુ એક સારા સમાચાર મળવા જઈ રહૃાાં છે. ભારત બાયોટેક ટૂંક સમયમાં જ નસલ વેક્સીનનો ટ્રાયલ શરૂ કરવા જઈ રહૃાું છે. નાગપુરમાં આ વેક્સીનનો પહેલો અને બીજો ટ્રાયલ હાથ ધરવામાં આવશે. નસલ વેક્સીનને નાક દ્વારા આપવામાં આવે છે જ્યારે અત્યાર સુધીમાં બહરતમાં જે બે કોરોના વેક્સીનને મંજુરી મળી છે તે હાથ પર ઈંજેક્શન દ્વારા લગાવીને આપવામાં આવે છે. ભારત બાયોટેકના કૃષ્ણા ઈલ્લાના જણાવ્યા પ્રમાણે તેમની કંપનીએ વોશિંગ્ટન યૂનિવર્સિટી સાથે કરાર કર્યો છે. જે પ્રમાણે વેક્સીનમાં બેના બદલે માત્ર એક જ ડોઝ આપવાનો રહેશે.

રિસર્ચમાં પણ નોંધવામાં આવ્યું છે કે, આ ખુબ જ સારો વિકલ્પ છે. ડૉ, ચંદ્રશેખરના જણાવ્યા પ્રમાણે આગામી ૨ સપ્તાહમાં નસલ વેક્સીનની ટ્રાયલ હાથ ધરી દેવામાં આવશે. આ બાબતેના અમાર્રી પાસે પુરતા પુરાવા પણ છે કે, નાવ વાટે આપવામાં આવતી કોરોનાની વેક્સીન ઈન્જેક્શન દ્વારા આપવામાં આવતી વેક્સીન કરતા ઘણી સારી છે. ભારત બાયોટેક ટૂંક સમયમાં જ આ ટ્રાયલને ડીસીજીઆઈ સામે પ્રપોઝલ માટે મુકશે. મળતી જાણકારી પ્રમાણે ભુવનેશ્ર્વર-પુણે-નાગપુર-હૈદરાબાદમાં પણ આ વેક્સીનનો ટ્રાયલ હાથ ધરવામાં આવશે.

જેના માટે ૧૮ થી ૬૫ વર્ષના લગભગ ૪૦ થી ૪૫ વોલેટિયર્સ પસંદગી કરવામાં આવશે. જે કોરોના વેક્સીન બજારમાં આવી છે તે વ્યક્તિને હાથ પર ઈન્જેક્શન દ્વારા આપવામાં આવી છે. પરંતુ નસલ વેક્સીનને નાક દ્વારા આપવામાં આવશે. કારણ કે નાક વાટે જ સૌથી વધારે વાયરસ ફેલાવવાનો ખતરો રહે છે. માટે આ વેક્સીન સફળ નિવડે તેવી શક્યતા વધારે છે. વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસનના રિપોર્ટ પ્રમાણે, જો નાક દ્વારા વેક્સીન આપવામાં આવે તો શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ ખુબ સારી રીતે તૈયાર થાય છે. આ રસી નાકમાં કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનને આવતા અટકાવે છે જેથી તે શરીરમાં વધારે ફેલાઈ ના શકે.

Previous articleગૃહિણીઓનું ઘરકામ પતિના ઓફિસ કામ કરતા ઓછું મહત્વનું નથી: સુપ્રિમ
Next articleકેપિટલ હિલમાં હિંસા બાદ મહાવિનાશ વિમાન ઈ-૪બી ‘નાઇટવોચ તાત્કાલિક એક્ટીવ