ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ સમગ્ર દુનિયા માટે વિનાશકારી સાબિત થશે

64

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનું નિવેદન

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટારેસે કહૃાું હતું કે, દક્ષિણ એશિયાના બે દેશ ભારત અને પાકિસ્તાન એક સાથે આવે અને પોત-પોતાની સમસ્યાઓને લઈને ગંભિરતથી વાતચીત કરે તે ખુબ જ જરૂરી છે. ગુટારેસે એવી પણ ચેતવણી આપી છે કે બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો સૈન્ય ટકરાવ તેમની સાથો સાથ દુનિયા આખી માટે વિનાશકારી નિવડશે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનું આ નિવેદૃન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે અનેક મુદ્દે જોરદાર ટકરાવ ચાલી રહૃાો છે. પાકિસ્તાન તરફથી સરહદે છેલ્લા ઘણા સમયથી ઉંબાડીયા વધ્યા છે જેનો ભારતીય સૈન્ય આકરો જવાબ આપી રહૃાું છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ગંભીરતાથી લીધો છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટારેસે કહૃાું હતું કે, મેં જે અગાઉ મારા વક્તવ્યમાં કહૃાું હતું તેવું જ હું આજે પણ કહી રહૃાો છું. મારૂ માનવું છે કે, તણાવ ઘટાડવો પડશે, નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવો ખુબ જ જરૂરી છે. ગુટારેશ કાશ્મીરમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા વિવાદ મામલે પાકિસ્તાનના પત્રકાર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નનો જવાબ આપી રહૃાાં હતાં. પત્રકારે ગુટારેસ દ્વારા ઓગષ્ટ ૨૦૧૯માં આપવામાં આવેલા વક્તવ્યનો ઉલ્લેખ કરતા કહૃાું હતું જેમાં તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિના સંદર્ભમાં ભારે સંયમ રાખવાની અપીલ કરી છે.