ભારત જેવા વિકાસશીલ દેશને જોઈ દુનિયાની ચિંતા યોગ્ય : મોદી

74

વડાપ્રધાનને વિશ્ર્વ આર્થિક મંચના દાવોસ સંવાદને સંબોધિત કર્યું

ભારતે કોરોના પર કંટ્રોલ કરી દુનિયાને મોટા સંકટથી બચાવી,ભારતના દરેક વ્યક્તિએ કર્તવ્યનું પાલન કર્યું

પીએમ મોદીએ વિડીયો કૉન્ફરન્સ દ્વારા વિશ્ર્વ આર્થિક મંચના દાવોસ સંવાદને સંબોધિત કર્યો. કાર્યક્રમમાં આખી દુનિયાથી ઉદ્યોગ જગતના ૪૦૦થી વધારે ટોચના પ્રતિનિધિ ભાગ લઈ રહૃાા છે. આ કાર્યક્રમમાં પીએમ મોદા ‘ચોથી ઔદ્યોગિક ક્રાંતિ-માનવતાની ભલાઈ માટે ટેકનોલોજીનો ઉપયોગ વિષય પર સત્રને સંબોધિત કરી રહૃાા છે. દાવોસ એજન્ડામાં પોતાના સંબોધન દૃરમિયાન પીએમ મોદૃીએ કહૃાું કે, તમે અર્થવ્યવસ્થાના આ મહત્વના મંચને આ મુશ્કેલ સમયમાં પણ જીવંત બનાવી રાખ્યું છે. દુનિયાની અર્થવ્યવસ્થાઓ કેવી રીતે આગળ વધશે એ આજે સૌથી મોટો પ્રશ્ર્ન છે.

તેમણે કહૃાું કે, ભારત તરફથી દુનિયા માટે આશા અને સકારાત્મકતાનો સંદેશ લઈને આવ્યો છું. પીએમ મોદીએ કહૃાું કે, જ્યારે કોરોના આવ્યો ત્યારે મુશ્કેલીઓ ભારતની સામે પણ કંઈ ઓછી નહોતી. ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં દુનિયાના નામી એક્સપર્ટે શુ-શું કહૃાું હતુ. કોઈકે ભારતમાં કોરોના સંક્રમણની સુનામી આવવાની વાત કરી હતી, તો કોઈએ બે મિલિયનથી વધારે લોકોના મોતની શક્યતા વ્યક્ત કરી હતી. સ્થિતિ જોઇને ભારત જેવા વિકાસશીલ દેશ માટે દુનિયાની ચિંતા પણ વ્યાજબી હતી.

પીએમ મોદીએ કહૃાું કે, ભારતે આવા સમયે ખુદ પર નિરાશાને હાવી ના થવા દીધી. અમે કોરોના માટે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું અને લોકોને કોરોનાની વિરુદ્ધ જંગ માટે તૈયાર કર્યા. ભારતના દરેક વ્યક્તિએ ધૈર્યની સાથે પોતાના કર્તવ્યોનું પાલન કર્યું અને કોરોનાની વિરુદ્ધ લડાઈને એક જનઆંદોલનમાં બદલી દીધું. ભારત આજે એ દેશોમાંથી છે જે પોતાના વધારેમાં વધારે લોકોના જીવન બચાવવામાં સફળ રહૃાું છે. વર્લ્ડ ઇકોનોમિક ફૉરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગે વૈશ્ર્વિક નેતાઓને નવા શીત યુદ્ધની શરૂઆત થવાની વિરુદ્ધ ચેતવ્યા છે.

તેમણે આ સાથે જ કોવિડ-૧૯ મહામારીની વિરુદ્ધ વૈશ્ર્વિક એકતાનો આગ્રહ પણ કર્યો છે. વિશ્ર્વ આર્થિક મંચની ‘ઑનલાઇન દાવોસ એજન્ડા શિખર સંમેલનને સંબોધિત કરતા આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની પ્રમુખ ક્રિસ્ટલીન જાર્જીએવાએ કહૃાું કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ૨૦૨૧ માટે વિકાસ દર ૫.૫ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે, જે પહેલાના અનુમાન કરતા વધારે છે. વિશ્ર્વ આર્થિક મંચના ઑનલાઇન દૃાવોસ એજન્ડા શિખર સંમેલનની શરૂઆત રવિવાર રાત્રે થઈ છે. ઉઈહ્લનું નિયમિત વાર્ષિક સંમેલન આ વર્ષે મેમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસની જગ્યાએ સિંગાપુરમાં થશે.