ભારત ચીન સરહદ પર ચાલી રહેલા બંને દેશો વચ્ચે તણાવને લઈને મોટા સમાચાર મળ્યા છે. ૮માં રાઉન્ડની કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા બાદ ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા માટે સહમત થયા છે. બંને દેશો તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે ગેરસમજ દુર કરવા અને પોતપોતાની સેનાઓને સંયમ જાળવી રાખવા માટે કહેવામાં આવશે.
બંને પક્ષોએ સૈન્ય અને રાજનૈતિક ચેનલોના માધ્યમથી વાતચીત અને સંચાર બનાવી રાખવા માટે સહમતી વ્યક્ત કરી છે. આ બેઠકમાં ચર્ચાઓને આગળ ધપાવતા અય વિવાદિત મુદ્દાઓને પણ ખતમ કરવા માટે સહમતી બની છે જેથી સંયુક્તરૂપે સરહદી વિસ્તારમાં શાંતિ જાળવી શકાય. બંને દેશ ટૂંક સમયમાં બેઠકના વધુ તબક્કાની ચર્ચા માટે પણ સહમત થયા છે.
જણાવી દઈએ કે છેલ્લા ૬ મહિનાથી ચીન સરહદ પર પૂર્વ લદાખમાં બંને દેશની સેનાઓ વચ્ચે તણાવ ચાલી રહૃાો છે. ૧૪-૧૫ જુનની રાત્રીએ પૂર્વ લદાખમાં બંને સેનાઓ વચ્ચે હીંસક અથડામણ થઇ હતી. જેમાં ૨૦ જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા અને ચીની સેનાના પણ ૪૦થી વધુ લોકો માર્યા ગયા હતા.