દેશમાં પહેલીવાર કેશલેસ પેમેન્ટ માટે આવી નવી સીસ્ટમ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર તા.૨ ઓગસ્ટે એટલે કે ગઈકાલે e-RUPI લોન્સ કરી વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી આ લોન્ચિંગ કર્યું. આ પર્સન અને પર્પઝ સ્પેસિફિક ડીજીટલ પેમેન્ટ સોલ્યુશન છે. e-RUPI ડીજીટલ ચુકવણી માટે કેશલેસ અને કોન્ટેકટલેસ સાધન છે. આ માટે એક ક્યુઆર કોડ અથવા એસ.એમ.એસ સ્ટ્રીંગ આધારિત ઈ-વાઉચર છે.
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાના UPI પ્લેટફોર્મ પર નાણાકીય સેવા વિભાગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ નેશનલ હેલ્થ ઓથોરીટીનાં સહયોગથી વિકસિત કરાય છે. e-RUPI નાં QR કોડ તેમજ એસ.એમ.એસ સ્ટ્રીંગ બેઇડ ઈ-વાઉચર છે. જે સીધા લાભાર્થીઓ જ આપવામાં આવશે. આ એક વન ટાઈમ પેમેન્ટ સર્વિસ છે. જેમાં યુઝર્સ કોઈ કાર્ડવિના ડીજીટલ પેમેન્ટ એપ વિના કે ઈન્ટરનેટ બેન્કિંગ વિના વાઉચર વાપરી પૈસા મેળવી ચુકવણી કરી શકાશે.
Subscribe Saurashtra Kranti here
ભારતમાં માત્ર સરકાર જ નહીં જો કોઈ સામાન્ય સંસ્થા, સંગઠન કોઈની સારવારમાં, કોઈના અભ્યાસમાં અથવા બીજા કામ માટે મદદ કરવા ઈચ્છતા લોકો પણ રોકડની જગ્યાએ e-RUPI આપી શકશે. e-RUPI નો ઉપયોગ માતા અને બાળ કલ્યાણ યોજના હેઠળ દવા અને ન્યુટ્રીશનલ સપોર્ટ ઉપલબ્ધ કરાવતી સ્કીમ્સ, ટીબી નાબુદી કાર્યક્રમો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડ્રગ્સ અને ડાયગોન્સ્ટીક, ખાતર સબસીડી વગેરે જેવી યોજનાઓ હેઠળ સેવાઓ આપવા માટે કરી શકાય છે.
Read About Weather here
આ સિવાય ખાનગી ક્ષેત્રો પણ પોતાના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટર સામાજીક જવાબદારી કાર્યક્રમોનાં હિસ્સારૂપે આ ડીજીટલ વાઉચરનો લાભ લઇ શકશે. e-RUPI ગરીબોને વેક્સિનેશનમાં પણ મદદ કરશે. e-RUPI ને આર્થિકરૂપે સક્ષમલોકો કોઈ ગરીબ માટે જાહેર કરી શકશે. નોન-ટ્રાન્સફરેબલ ઈલેક્ટ્રોનિક વાઉચરનોનો ઉપયોગ તે લાભાર્થી કરી શકશે. મોબાઈલમાં ડાઉનલોડ કરી પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર્સ પર સ્કેન કરી વેક્સિનેશનની ચુકવણી થઇ જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here