અફઘાનિસ્તાન પર તાલીબાની કટર વાદીઓનો કબજો થઇ જતા ભારતમાં રહેતી અફઘાનિ મહિલાઓ અને યુવતીઓ ચિંતાતુર થઇ ઉઠી છે. આવી કેટલીક મહિલાઓની મુલાકાત લેતા એમને દર્દભર્યા સુરમાં જણાવ્યું હતું કે, તાલીબાનોના રાજમાં મહિલાઓને કોઇ આઝાદી મળતી નથી.
Visit Saurashtra Kranti Homepage here
છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીમાં રહેતી અરફા નામની યુવતીએ જણાવ્યું હતું કે, દિલ્હી જેવી આઝાદી કાબુલમાં નહીં મળે અને હવે પરિસ્થિતિ વધુ ખરાબ બની જશે. ભારતમાં લાંબા સમયથી વસવાટ કરી રહેલા અફઘાનિ નાગરિકો તાલીબાનોના કબજાને કારણે વધુ વ્યથીત થઇ ઉઠયા છે. અહીં વસતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સતત એમના પરીવારો સાથે સંપર્કમાં છે.
અરફાએ કહયું હતું કે, મેં ચાર વર્ષ પહેલા દેશ એટલા માટે જ છોડી દીધો હતો કે ત્યાં મહિલાઓને અનેક પ્રકારે મુશ્કેલી છે. અભ્યાસ કરવાની મંજુરી મળતી નથી. નોકરી કરવાની પણ પરવાનગી મળતી નથી. બળજબરીથી લગ્ન કરી દેવામાં આવે છે.
Read About Weather here
\તાલીબાનો શાંતીથી વાતો કરે પણ એવું નથી. મોટા પ્રમાણમાં અપહરણો અને બળાત્કાર થાય છે. મહિલાઓને ઘરોમાં પુરાય રહેવાનો આદેશ બહાર પાડવામાં આવે છે અને પગથી માથુ સુધી શરીર ઢંકાય જાય એવા ઇજાબ પહેરીને બહાર નિકળવાના આદેશ અપાય છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here