ભાજપ સાંસદ સોનલ માનિંસહે આંતરરાષ્ટ્રીય પુરુષદ દિવસ મનાવવાની માંગ કરી

9

ભાજપ સાંસદ સોનલ માનિંસહે આજે સંસદમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવાની માંગ કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રાજ્યસભામાં પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે, આખરે આપણે દરેક સમાજમાં દરેક તબક્કો બરાબરીની માંગ કરીએ છીએ, તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જેમ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ કેમ ના મનાવી શકાય.

સોનલ માનિંસહે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે જર્મન મહિલાઓએ શરૂ કર્યો. આજે હું ગૃહમાં માંગ કરુ છું કે, આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ મનાવવામાં આવે. જે બાદ સાંસદમાં હાસ્યનું મોજુ ફરી વળતા તેમણે કહૃાું કે, આપણે બરોબરીની વાત તો કરીએ જ છીએ.