ભાજપ સાંસદ સિંધિયાના જય વિલાસ પેલેસમાંથી ચોરી થતા દોડધામ (7)

8
Sindhiya-Jay-Vilas-Chori copyજય વિલાસ પેલેસ-
Sindhiya-Jay-Vilas-Chori copyજય વિલાસ પેલેસ-

Subscribe Saurashtra Kranti here.

જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં ખાતર પડ્યું

એક પંખા અને કોમ્પ્યુટરના સીપીયુની ચોરી થઈ હોવાનું અનુમાન

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગ્વાલિયરના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલસ પેલેસમાં ખાતર પડ્યું છે. સૌથી સુરક્ષિત ગણાતા જય વિલાસ પેલેસમાં ચોરીની ઘટનાથી પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. મહેલમાંથી શેની ચોરી થઈ તે હજુ સામે નથી આવ્યું પરંતુ પોલીસ સ્નિફર ડોગની મદદથી ચોરો સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે.

ગ્વાલિયરના પોલીસ અધીક્ષકે સિંધિયા રાજવંશના જય વિલાસ પેલેસ પરિસરમાં ચોરી મામલે કહૃાું કે, બુધવારે સવારે રાનીમહલથી સમાચાર મળ્યા હતા કે, છતના રસ્તેથી ચોર મહેલના એક રૂમમાં ઘૂસ્યા હતા. આ અંગેની સૂચના મળતા જ પોલીસ અધિકારી અને પોલીસ ફોર્સ સાથે ડોગ ફોર્સ અને ફોરેન્સિક ટીમને મોકલી દેવામાં આવી હતી. ઘટના સ્થળેથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા છે અને એક પંખો, કોમ્પ્યુટરનું સીપીયુ ચોરાયું હોવાનું કહેવામાં આવે છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, જય વિલાસ પેલેસ વિદેશમાં પણ ખૂબ ચર્ચિત છે અને વિદેશીઓ પણ તેની મુલાકાતે આવતા હોય છે. શ્રીમંત જયાજી રાવ સિંધિયાએ ૧૮૭૪માં આ મહેલ બનાવડાવ્યો હતો અને તે આશરે ૪૦ એકરમાં ફેલાયેલો છે. આ મહેલની કિંમત આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયા માનવામાં આવે છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here