બ્રિટનની સંસદમાં પણ ભગવદ્દ ગીતા સાક્ષી બની : ઐતિહાસિક જીત બાદ રાજકોટની શિવાની રાજાના ગર્વભેર શપથ ગ્રહણ કર્યા

બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટીની સરકાર બની છે. તે જ સમયે, આ વખતે ભારતીય મૂળના 29 લોકો સાંસદોએ સામાન્ય ચૂંટણી જીતી મળી હતી. લેબર પાર્ટીના 19 ભારતીય સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાશે. આ સાથે જ કન્ઝર્વેટિવ પાર્ટીના 7 ભારતીય મૂળના ઉમેદવારોએ ચૂંટણી જીતી છે. આ ભારતીય મૂળના સાંસદોમાંથી એક ભારતમાંથી ગુજરાતી મૂળના ઉમેદવાર શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ બેઠક પરથી જીત મેળવી છે.

બ્રિટનની સંસદમાં પણ ભગવદ્દ ગીતા સાક્ષી બની : ઐતિહાસિક જીત બાદ રાજકોટની શિવાની રાજાના ગર્વભેર શપથ ગ્રહણ કર્યા બ્રિટન

હાઉસ ઓફ કોમન્સમાં શપથવિધિ દરમિયાન શિવાની રાજાના હાથમાં ભગવદ ગીતા પુસ્તક હતું. તેમણે હાથમાં ગીતા પુસ્તક સાથે સાંસદના શપથ લીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બ્રિટનની સંસદમાં પણ ભગવદ્દ ગીતા સાક્ષી બની : ઐતિહાસિક જીત બાદ રાજકોટની શિવાની રાજાના ગર્વભેર શપથ ગ્રહણ કર્યા બ્રિટન

30 વર્ષીય ગુજરાતી શિવાની રાજાએ સૌપ્રથમ વખત ચૂંટણી લડી, જીતી અને અનેક રેકોર્ડ સજર્યા હતા. શિવાની રાજાનો જન્મ, અભ્યાસ લેસ્ટરમાં થયો છે. તેમના પરિવારનું વતન ગુજરાત સાથે જોડાયેલું છે. શિવાનીના પિતા રજનીકાંતભાઈ અને માતા રીટાબેનનો જન્મ રાજકોટમાં થયો છે. તેમને અભ્યાસ પણ રાજકોટમાં કર્યો છે.

હાલ રીટાબેનના માતુશ્રી એટલે શિવાનીના નાની હંસોયાબેન આહિયા તથા તેમના મામા શૈલેષભાઈ આહિયા રાજકોટમાં રહે છે. શિવાની રાજાના પતિ ઉત્કર્ષ લેસ્ટરમાં ઉદ્યોગપતિ છે અને સાથે રાજકારણમાં પણ સક્રિય છે. તેઓએ 2017માં કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા. શિવાની બોડી શોપ કંપનીમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કાર્યરત હતા.

બ્રિટનની સંસદમાં પણ ભગવદ્દ ગીતા સાક્ષી બની : ઐતિહાસિક જીત બાદ રાજકોટની શિવાની રાજાના ગર્વભેર શપથ ગ્રહણ કર્યા બ્રિટન

આ શિવાની રાજા બ્રિટનમાં ભારતીય સમુદાયોમાં ખૂબ લોકપ્રિય છે. કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે, તેમણે 14,526 મત મેળવ્યા અને લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલને 4,426 મતોથી હરાવ્યા. શિવાની રાજાનો જન્મ પણ લેસ્ટરમાં થયો હતો.તેણે હેરિક પ્રાઈમરી, સોર વેલી કોલેજ, વિગસ્ટન અને ક્વીન એલિઝાબેથ ઈંઈં કોલેજમાં અભ્યાસ કર્યો. તે ગુજરાતી મૂળની છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here