બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન એપ્રિલના અંતમાં ભારત આવશે (1)

    BRITAN-PM-BORIS-INDIA-VISIT
    BRITAN-PM-BORIS-INDIA-VISIT

    Subscribe Saurashtra Kranti here.

    યુરોપીય સંઘમાંથી બ્રિટન બહાર નીકળી ગયું ત્યાર બાદ બોરીસ જોનસનની આ પ્રથમ પ્રમુખ આંતરરાષ્ટ્રીય યાત્રા હશે

    બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસન એપ્રિલ મહિનામાં ભારતની મુલાકાત લેશે. તેમનો ભારત પ્રવાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુકે માટે વધુ અવસરો શોધવાનો છે. ઉપરાંત ભારત સાથે મળીને ચીનની ચાલાકીઓ સામે આગળ આવવાનો પણ છે. ઉલ્લેખનીય છે કે, બોરીસ જોનસન ગણતંત્ર દિવસની ઉજવણી વખતે મુખ્ય અતિથિ તરીકે ભારત પધારવાના હતા પરંતુ કોરોના મહામારીના કારણે તેમનો પ્રવાસ રદ્દ થયો હતો.

    યુરોપીય સંઘમાંથી બ્રિટન બહાર નીકળી ગયું ત્યાર બાદ બોરિસ જોનસનની આ પ્રથમ પ્રમુખ આંતરરાષ્ટ્રીય યાત્રા હશે જેમાં તે બ્રિટન માટેના અવસરોને પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરશે. બ્રિટિશ સરકાર મંગળવારે સંયુક્ત રાજ્ય અમેરિકા સાથેના પોતાના મજબૂત સંબંધોને સંરક્ષિત કરીને ઈંડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાના પ્રભાવનો વિસ્તાર કરવાના ઉદ્દેશ્યથી દેશની બ્રેક્ઝિટ રક્ષા અને વિદેશ નીતિની પ્રાથમિકતાઓને સામે મુકશે.

    હકીકતે યુરોપીય યુનિયનમાંથી બહાર થયા બાદ બોરિસ જોનસન બ્રિટન માટે નવી સંભાવનાઓ શોધી રહૃાા છે. યુકેનો અનેક મુદ્દે ચીન સાથેનો મતભેદ જગજાહેર જ છે. આ સંજોગોમાં ભારત સાથે ઉભા રહીને બોરિસ જોનસન એક તીરથી બે નિશાન સાધવા માંગે છે જેમાં કશું ખોટું પણ નથી. આ તરફ ચીનને ઘેરવા માટે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચોકડીથી બનેલા ક્વોડ સંગઠને પણ કમર કસી લીધી છે. વર્તમાન સમયમાં આ ઘટનાક્રમ પોતાની રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. તે શીત યુદ્ધની સમાપ્તિ બાદ સૌથી ઉલ્લેખનીય વૈશ્ર્વિક પહેલ માનવામાં આવે છે.

    Read About Weather here

    યુકે અને ચીન વચ્ચે અનેક મુદ્દે મતભેદ છે જેમાં હોંગકોંગ, કોવિડ-૧૯ મહામારી અને હુઆવેઈને બ્રિટનના ૫જી નેટવર્કમાં સક્રિય ભૂમિકાથી વંચિત કરવું પ્રમુખ છે. આ તરફ ક્વીન એલિઝાબેથ વિમાનવાહક જહાજની સંભવિત તૈનાતીથી દક્ષિણ ચીની સમુદ્રમાં સૈન્ય તણાવ વધવાની આશંકા છે. ચીન તે ક્ષેત્રમાં પોતાનો અધિકાર જમાવવા માંગે છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here