બ્રિટનના વડાપ્રધાનના પિતાએ ફ્રાન્સની નાગરિકતા માટે અરજી કરી..!

43

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પિતાએ ફ્રાંસની નાગરિકતા માટે અરજી કરી છે. મહત્વનું છે કે બ્રેક્ઝિટ ડીલ ફાઇનલ થયા પછી તરત જ પીએમ બોરિસ જોહ્ન્સનના પિતાના આ નિર્ણયને યુકેના નિર્ણયના વિરોધ તરીકે જોવામાં આવે છે.

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પિતાએ ફ્રેન્ચ નાગરિકત્વ માટે અરજી કરી છે. મહત્વનું છે કે બુધવારે બ્રિટીશ સાંસદ યુરોપિયન યુનિયન સાથેની બ્રેક્સિટ ટ્રેડ ડીલને મંજૂરી આપી હતી. આ પછી પીએમ બોરીસ જ્હોનસન અને ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ પણ તેની પર હસ્તાક્ષર કરી આપ્યા હતા.

બોરિસ જ્હોનસનના પિતા સ્ટેનલી જ્હોન્સને કહૃાું હતું કે તેઓ પોતાની ફ્રેન્ચ ઓળખને ફરીથી મેળવવાની તૈયારીમાં છે. તેમણે કહૃાું કે તેમના ફ્રેન્ચ નાગરિક બનવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. જો હું બરાબર સમજી શકું તો હું ફ્રેન્ચ છું. મારી માતાનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. જે સંપૂર્ણ ફ્રેન્ચ હતી,મારા દાદા પણ ફ્રેન્ચ હતા. મારા માટે અત્યાર સુધીનો પ્રશ્ર્ન એ છે કે હું જે છું તે જ પાછું મેળવવું. સ્ટેનલી જહોનસને કહૃાું કે હું હંમેશા યુરોપિયન રહીશ. તે નિશ્ર્ચિત છે. તમે મને બ્રિટિશ નહીં કહી શકો.

બોરિસ જોહ્ન્સનનો પિતા ૮૦ વર્ષના છે અને અગાઉ તે યુરોપિયન સંસદૃના સભ્ય રહી ચૂક્યો છે. તેમણે ૨૦૧૬ ના જનમત સંગ્રહમાં યુરોપિયન યુનિયન સાથે બ્રિટનને બનીન રહેવાના સમર્થનમાં મત આપ્યો હતો. ગુરુવારે રાત્રે ૧૧ વાગ્યે બ્રિટનના યુરોપિયન યુનિયન સાથે આર્થિક સંબંધ તોડ્યા પછી બ્રિટિશ નાગરિકો યુરોપિયન યુનિયન હેઠળના ૨૭ દેશોમાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર ગુમાવશે. જો કે, જેની પાસે દ્વિ નાગરિકત્વ છે તેમની આ સુવિધા ચાલુ રહેશે.