બ્રિટનના રાજવી પરિવારમાં હાઉસકીપરની જરૂર, પગાર ૧૮ લાખ રૂપિયા

41

૧૩ મહિનાની ટ્રેનીંગ પૂર્ણ થાય પછી ઉમેદવારને પરમેનેન્ટ કરવામાં આવશે

બ્રિટિશના રાજવી પરિવારમાં એક મદદગાર (નોકર)ની જરૂર છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે આ પદ માટે દર મહિને લગભગ ૧૮ લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે. પગાર ઉપરાંત તેને અન્ય ઘણી બધી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. નોકરીના આ પદ માટે કેવા પ્રકારની આવડત જોઈએ તેની જાણકારી પણ આપવામાં આવી છે.

રોયલ્સે ધી રોયલ ઘરેલુની સત્તાકીય વેબસાઈટ પર નોકરી લિસ્ટિંગને પોસ્ટ કરી છે. પદ અનુસાર, આ બીજા લેવલની એપ્રેન્ટિસશીપ નોકરી છે, જે પસંદ કરેલા ઉમેદવારને વિન્ડસર કેસલમાં રહેવું પડશે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું રહેશે.

સેલરીની વાત કરીએ તો શરૂઆતી પગાર તરીકે ૧૯,૧૪૦ યૂરો એટલે કે મહિને ૧૮.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે જ રહેવા અને ખાવાની સુવિધા પણ મળી રહેશે. આમાં પ્રવાસનો ખર્ચોનો પણ સમાવેશ થાય છે.

પસંદ કરાયેલા ઉમેદવારને બિંકગહામ પેલેસ સહિત આખા વર્ષ દરમિયાન રોયલ્સના અન્ય નિવાસ સ્થાનોમાં પણ મોકલવામાં આવશે. આ પેકેજમાં ૩૩ દિવસની રજા (બેંકની રજાઓ સહિત)નો પણ સમાવેશ થાય છે. ઉમેદવારની અંગ્રેજી અને ગણિતમાં પણ લાયકાત હોવી જરૂરી છે.

ઉમેદવારને મહેલોની અંદરના હિસ્સાની સાફ સફાઈ કરવાની રહેશે. મહેલોની ચીજ વસ્તુઓની યોગ્ય દેખભાળ પણ રાખવી પડશે. આ નોકરી મેળવનાર ઉમેદૃવારો ટ્રેનીગ પીરિયડ ૧૩ મહિનાનો રહેશે. આ ટ્રેનીંગ પીરિયડને પૂર્ણ કરનાર ઉમેદવારને રોયલ ફેમિલીમાં પરમેનેન્ટ કરી દેવામાં આવશે.