બોક્સર વિજેન્દ્ર સિંહની આગામી ફાઇટ ૧૯ માર્ચે ગોવામાં કેસીનો જહાજની છર પર યોજાશે

24

ભારતના પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર સિંહની આગામી મેચ ૧૯ માર્ચના ગોવામાં એક કેસીનો જહાજની છત પર યોજાશે. આ મેચના વિરોધીની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. ૨૫ વર્ષના ગત ડબલ્યુબીઓ ઓરિએન્ટલ અને ડબલ્યુબીઓ એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ચેમ્પિયન વિજેન્દ્રએ નવેમ્બર ૨૦૧૯ માં ધાનાના પૂર્વ રાષ્ટ્રમંડળ ચેમ્પિયન ચાર્લ્સ અદામુને દુબઇમાં હરાવી સતત ૧૨ મી જીત નોંધાવી હતી. ત્યારબાદ આ ભારતીય બોક્સરે કોઈ મેચમાં ભાગ લીધો નથી.

વિજેન્દ્રના પ્રમોટર આઇઓએસ બોક્સિગં પ્રમોશન્સે નિવેદનમાં કહૃાું, અત્યાર સુધી અજય પ્રોફેશનલ બોક્સિગં સ્ટાર વિજેન્દ્ર સિંહની ૧૯ માર્ચના રીંગમાં વાપસી કરશે. આપણા તરફથી આ પ્રથમ મેચ મેજેસ્ટીક પ્રાઇડ કેસિનો જહાજની છત પર યોજાશે. મેજિસ્ટિક પ્રાઈડ ગોવાના પણજીમાં માંડવી નદીના કિનારે જહાજ ઉભું છે.

આયોજકોની રજૂઆત અનુસાર, આ મેચ નિયમિત પ્રોફેશનલ મેચના પારંપરિક આયોજનથી અલગ હશે. જેમાં દર્શકોને વેગાસ શૈલીની બોક્સિગં મેચ જેવી ઝગમગાટ અને ગ્લેમર જોવા મળશે. વિજેન્દ્રએ કહૃાું કે, તેઓ આ નવા અનુભવને લઇને ઉત્સુક છે.