બેજોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટએ સ્કૂલ ટીચર સાથે લગ્ન કર્યા

અમેઝોનના સંસ્થાપક જેફ બેજોસના પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કૉટએ પોતાના બાળકોના સ્કૂલના વિજ્ઞાનના શિક્ષક ડેન જેવેટની સાથે લગ્ન કરી લીધા છે. મેકેન્ઝીએ બે વર્ષ પહેલાં જ જેફ બેજોસથી છૂટાછેડા લઇ લીધા હતા. મેકેન્ઝી દૃુનિયાની સૌથી ધનિક મહિલાઓમાં સામેલ છે અને તેની પાસે કુલ ૫૩ અબજ ડોલરથી વધુની સંપત્તિ છે. તેમના લગ્નનો આ ખુલાસો ગિવિંગ પ્લેઝ વેબસાઇટ દ્વારા થયો.

મેકેન્ઝીએ એક નિવેદન રજૂ કરીને કહૃાું કે ડેન એક શાનદાર માણસ છે અને હું તેને લઇ ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. જૈફ બેજોસે તલાક લીધા બાદથી જ મેકેન્ઝીએ અત્યાર સુધીમાં ૧.૭ અબજ ડોલરનું દાન કરી દીધું છે. તેણે પોતાની કુલ સંપત્તિમાંથી મોટાભાગના પૈસા દાન કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. મેકેન્ઝીએ અત્યાર સુધીના દાનમાં મોટાભાગના પૈસા મહિલાઓ સાથે જોડાયેલા સંગઠનો, ફૂડ બેક્ધ અને અશ્ર્વેત કોલેજોને આપ્યા છે.

મેકેન્ઝી સ્કૉટે બેજોસની સાથે ૧૯૯૪ની સાલમાં લગ્ન કર્યા હતા અને તેમણે અમેઝોનને શરૂ કરવામાં મદદ કરી હતી. તે બે નોવેલ લખી ચૂકયા છે અને સિએટલમાં રહે છે. મેકેન્ઝી અત્યારે પૈસાના મામલામાં દૃુનિયામાં ૨૨મા નંબર પર છે. તેમના પૂર્વ પતિ જેફ બેજોસ ૧૭૭ અબજ ડોલરની સાથે પહેલાં નંબર પર છે. મેકેન્ઝી જેફ બેજોસની જ કંપનીમાં કામ કરતાં હતા. ત્યાંથી બંનેનો પ્રેમ પાંગર્યો અને બંને એ બાદમાં લગ્ન કરી લીધા.