બેકાબૂ ડમ્પરે જીવ લીધો : નવસારીના બિલીમોરામાં બેકાબૂ ડમ્પરે બે શ્રમજીવીને અડફેટે લેતા ૧નું મોત,૧ ઇજાગ્રસ્ત

48

બિલીમોરાના ચિમોડિયા નાકા પાસેથી ગત મોડી સાંજે પગપાળા જતાં બે શ્રમજીવીને બેકાબૂ ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં એક શ્રમજીવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમજીવીને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના જાહેર માર્ગો પરથી પસાર થવું દિવસેને દિવસે જોખમી સાબિત થઇ રહૃાું હોય તેમ બિલીમોરાના ચિમોડિયા નાકા પાસે મોડી સાંજે રોજિંદુ કામ પૂરુ કરીને બે શ્રમજીવી પોતાના ઘરે પરત ફરી રહૃાાં હતા. મનોજ રાજુ પાવસ્કર અને વિનોદ દયાશંકર ગુપ્તા ઘરે આવી રહૃાા હતા, એ સમયે એક બેકાબૂ બનેલા ડમ્પરે આ બન્ને યુવકોને અડફેટે લીધા હતા. જેમાં મનોજનું ઘટનાસ્થળે મોત થયું હતું અને વિનોદને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

નવસારી જિલ્લામાં અનેક રેતી માફિયાઓના ડમ્પર જાહેર માર્ગો પર યમરાજના દૂત બનીને ફરી રહૃાા છે ત્યારે કેટલીવાર નિર્દોષ શહેરીજનો અકસ્માત ભોગ બનતા રહેશે જેને લઇને શહેરીજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ગુનેગારોને આ મામલે સજા થાય તેવી લોક લાગણી પ્રસરી છે.