આવકવેરા વિભાગે બુધવારે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવા બિહાર અને ઉત્તર પ્રદૃેશમાં સપાટો બોલાવ્યો છે. હોટેલ ઉદ્યોગ તેમજ ખનન સાથે સંકળાયેલા વેપારી તેમજ એક મોટી સહકારી બેંકના ચેરમેનના નિવાસ સ્થાનો પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે.
પટણા, સાસારામ અને વારાણસી સહિતના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રૂ. ૧.૨૫ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ. ૬ કરોડની ફિક્સ્ડ ડીપોઝિટની રસીદૃો પણ પ્રતિબંધિત આદૃેશ હેઠળ લેવાઈ છે. હોટેલ અને ખનનના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીને ત્યાં આઈટીના દરોડામાં રૂ. ૭૫ લાખની રોકડ કારમાંથી મળી આવી હતી.
બેનામી રોકડ અને દૃસ્તાવેજો ઉપરાંત રોકડના સોદૃાની વિગતો પણ મળી આવી હોવાનું સીબીડીટીએ જણાવ્યું હતું. આ સોદૃાને આવકવેરામાં ક્યાંય દર્શાવવામાં આવ્યા નથી. સીબીડીટીએ દરોડા ક્યા ક્યા સ્થળે તેમજ કોને ત્યાં હાથ ધરાયા છે તેની વિગતો જણાવી નહતી. સૂત્રોના મતે જે વેપારી પર રેડ પાડવામાં આવી છે તેના તાર બિહારના રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે.
આઈટી હાલમાં બેનામી સંપત્તિના રુાોત, હોટેલ તેમજ વિવિધ વાહનોની વિગતો પણ ચકાસી રહી છે. દરોડા દરમિયાન મળી આવેલા કેટલાક દસ્તાવેજોને આધારે જણાયું હતું કે આ જૂથ ગેરકાયદૃે ખનન પ્રવૃતિ સાથે પણ સંકળાયેલું છે.