Subscribe Saurashtra Kranti here.
સમગ્ર મામલો બિહારના સલામ કોલોની વિસ્તારનો છે
બિહારના કિશનગંજમાં આગનું તાંડવ જોવા મળ્યું. એક મકાનમાં અચાનક આગ લાગવાના કારણે પરિવારના પાંચ સભ્યોનું મોત નીપજ્યું છે. મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ છે. સમગ્ર મામલો સલામ કોલોની વિસ્તારનો છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.બિહારથી મળતી માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડે ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
આગ એટલી ભયંકર હતી કે તેને જોઇને આસપાસના કેટલાક મકાનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આગની આ ઘટના કેવી રીતે બની તે અંગે હજી સુધી કંઇ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે આ આઘાતજનક ઘટના બાદ વિસ્તારમાં માતમ માહોલ જોવા મળી રહૃાો છે. ચાર બાળકો સહિત એક જ કુટુંબના પાંચ લોકોનાં મોતને લીધે દરેકને આઘાત લાગ્યો છે. ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સમજી શકતું નથી.
આગની આ ઘટનામાં અન્ય એક વ્યક્તિના દાઝી જવાના સમાચાર પણ છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીએ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે એમ પણ કહૃાું હતું કે ટૂંક સમયમાં મૃતકના પરિવારજનોને જરૂરી સહાય આપવામાં આવશે, વળતર આપવામાં આવશે.
Read About Weather here
હાલ આ દર્દનાક ઘટનાથી પરિવારજનો અને આસપાસના લોકો આઘાતમાં છે. કોઈ સમજી શકતું નથી કે અચાનક જ આ બધુ શું અને કેવી રીતે થઈ ગયું. બીજી તરફ એવી આશંકા છે કે, ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હોઈ શકે. કેટલાક સ્થાનિકોએ સિલિન્ડર ફાટવાનો અવાજનો દાવો કર્યો છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here