બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદનો તકિયો,રજાઇ,ગાદલા ગાયબ..!

8

બિહારના પૂર્વ સીએમ અને ચારા ગોટાળામાં જેલની સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવ હાલમાં જેલની સજા કાપી રહૃાા છે. દરમિયાન ઝારખંડની રીમ્સ હોસ્પિટલમાંથી તેમનો તકિયો અને રજાઈ તથા ગાદલા ચોરાઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે.એ પછી પોલીસ દ્વારા તેમની સુરક્ષામાં તૈનાત ૧૦ પોલીસ જવાનો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.

ચારા ગોટાળાના આરોપી લાલુ પ્રસાદ અગાઉ રીમ્સ હોસ્પિટલમાં સારવાર કરાવી રહૃાા હતા.ત્યાં તેમને હોસ્પિટલ તરફથી તકિયા, ચાદર, રજાઈ વગેરે આપવામાં આવ્યા હતા.એ પછી તેમને વધુ સારવાર માટે દિલ્હીની એમ્સમાં મોકલવામાં આવ્યા હતા.

દરમિયાન લાલુની સુરક્ષામાં તૈનાત જવાનો આ ચાદર,રજાઈ અને તકિયા પોતાની સાથે લઈ ગયા હતા.હોસ્પિટલે તે પાછા માંગ્યા હતા પણ જવાનોએ આ સામાન પાછો આવ્યો નહોતો.હવે હોસ્પિટલે પોલીસ તંત્રને પત્ર લખીને આ સામાન પાછો માંગ્યો છે.

એ પછી રાંચીના પોલીસ વડાએ જવાનોને વહેલી તકે ચાદર, તકિયા, રજાઈ વગેરે પાછા આપવાનો આદેશ આપ્યો છે.આ માટે જવાનોને ૨૪ કલાકનુ અલ્ટીમેટમ અપાયુ છે નહીંતર જવાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.