બિલ ગેટ્સના છૂટાછેડાની જાહેરાત સાથે ટાઇમ મેગેઝિનનો એક લેખ વાયરલ થઈ રહૃાો હતો
માઈક્રોસોટના સંસ્થાપક બિલ ગેટ્સે હાલમાં જાહેરાત કરી છે કે તેઓ પોતાની પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે તલાક લેવા જઈ રહૃાા છે. અત્યાર સુધી આ ચર્ચિત તલાકનું સાચું કારણનો ખુલાસો થયો નથી. પરંતુ આ દરમિયાન હાલ એક મહિલાનું નામ સામે આવી રહૃાું છે. અહેવાલો અનુસાર આ મહિલા બિલ અને મેલિન્ડાના છૂટાછેડાનું કારણ છે. ઘણી ફેલાયેલી ઓનલાઈન અફવાઓ અનુસાર, બિલ અને એક ચીની મહિલા શેલી વાંગનું અફેર ચાલી રહૃાું હતું. જો કે આ અફવાહ વધતા વાંગ પોતે ખૂલીને સામે આવ્યા છે અને ચીનની લોકપ્રિય સોશ્યલ મીડિયા વેબસાઇટ પર પોતાનો પક્ષ મૂક્યો છે અને આ અફવાઓને નકારી છે.
વોંગે ચાઇનાની મેન્ડરિન ભાષામાં લખ્યું છે કે મને લાગે છે કે આ અફવાઓ આપમેળે સમાપ્ત થઈ જશે, કારણ કે આ અફવાઓ માથા-પગ વગરની છે. પણ મને ખબર નહોતી કે તે આટલા મોટા પ્રમાણમાં વધારો થઈ જશે. હું તે બધા લોકોનો આભાર માનું છું કે જેમણે આ મુશ્કેલ સમયમાં મારો ટેકો આપ્યો અને આ અફવાઓ દૃૂર કરવામાં મદદ કરી.
Subscribe Saurashtra Kranti here
તમને જણાવી દઈએ કે શેલી વાંગ ૩૬ વર્ષની છે અને તે ચીનથી અમેરિકા આવી હતી. તે હાલમાં સિએટલ શહેરમાં રહે છે અને લગ્ન કર્યા નથી. તે એક વ્યાવસાયિક અનુવાદક છે અને ગેટ્સ ફાઉન્ડેશન સિવાય તેણે યેલ સ્કૂલ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે પણ કામ કર્યું છે. વોંગે બ્રિગામ યંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેમને મંદારિન, અંગ્રેજી અને કેન્ટોનેસ ભાષા જાણે છે. અહેવાલો અનુસાર, તેણે ગેટ્સ ફાઉન્ડેશનમાં ફ્રીલાન્સ તરીકે કામ કર્યું છે. આ સિવાય તે કોરોના સમયગાળા પહેલા યુ.એસ. અને શંઘાઇની ફલાઇટ્સમાં પણ કામ કરી ચૂકી છે.
વોંગના મિત્ર લીએ પણ આ કેસમાં સંબંધિત બ્લોગ પોસ્ટ લખી છે. તેમણે લખ્યું કે વોંગ મારો જૂનો સાથી અને મિત્ર છે. તે એક સ્ત્રી છે જેમાંથી હું મહાન પ્રેરણા લેઉં છું. હું ક્યારેય માનતો નથી કે તે અન્ય લોકોના વિવાહિત જીવનને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી શકે છે.
Read About Weather here
આ કિસ્સામાં વોંગના મિત્ર લીએ પણ કહૃાું હતું કે વોંગ ખૂબ મહત્વાકાંક્ષી છે અને તે ઘણા કામની સાથે પોતાની જાતને આગળ વધારવા માટે હંમેશાં કોશિશ કરે છે. તેમણે બે વર્ષ પહેલાં પાઇલટનું લાઇસન્સ પણ મેળવ્યું હતું અને તેણે પાઇલટની તાલીમ પણ પૂર્ણ કરી છે.
અત્રે નોંધનીય છે કે, બિલ ગેટ્સના છૂટાછેડાની જાહેરાત સાથે ટાઇમ મેગેઝિનનો એક લેખ વાયરલ થઈ રહૃાો હતો અને તેના કારણે તેમના અંગત જીવનને લગતી ઘણી માહિતી બહાર આવી હતી. આ લેખમાં એવું લખ્યું હતું કે બિલ ગેટ્સે તેની પત્ની સાથે એક વિશિષ્ટ કરાર કર્યો હતો.
આ કરાર મુજબ, બિલ ગેટ્સ દર વર્ષે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ એન વિનબ્લેડને મળવા એક ગુપ્ત બીચહાઉસ જતા હતા. અમેરિકાના એક અગ્રણી ન્યૂઝ પેપર દ્વારા તાજેતરમાં જ આ સિક્રેટ બીચહાઉસના ફોટા પ્રકાશિત કરાયા છે. અહેવાલો અનુસાર, આ બીચહાઉસ એનનું છે અને આ સ્થાન લોકોમાં ખૂબ લોકપ્રિય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here