બાલાસિનોર વાસ્તુમાંથી હિન્દુ સગીરાનું મુસ્લિમ યુવકો દ્વારા અપહરણ, મૂકી જતા વિવાદ

3

મહુધાના વડથલની સગીરાને સ્થાનીક ત્રણ યુવકો દ્વારા કઠલાલ બોલાવી અપહરણ કરી અડપલા કરી ઘરે પરત મુકી ગયા હતા. બાદમાં યુવકના પરીવારજનો દ્વારા પીડીત યુવતીના ઘરે જઇ જાતી વાચક શબ્દો ઉચ્ચારી ધમકી આપતા પીડીતાના પરિવારજનો ફફડી ગયા હતા. આ અંગે કઠલાલ પોલીસ મથકે ત્રણ યુવક વિરુધ્ધ ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહુધાના વડથલની સગીરાને મંગળવારના રોજ સાંજે ચાર વાગ્યે ગામના હૈદરબેગ મહોમ્મદબેગ મીરઝા, યાસીનબેગ જહીરબેગ મીરઝા તેમજ શકીલબેગ ઝોરબેગ મીરઝાએ કઠલાલ બોલાવી હતી. જ્યાંથી અપહરણ કરવામા આવ્યુ હતુ.

બાલાસિનોર સાસરીમાં વાસ્તુ પ્રસંગે આવેલી સગીરા અચાનક ગાયબ થતાં તેના સાસરીયાઓએ સગીરાના પિતાને તાકીદે જાણ કરી હતી. આખરે અડધી રાત્રે ઘરે આવેલી દિકરીને તેના માતા-પિતા અને દાદી દ્વારા તેને અડધી રાત સુધી ક્યા હતી? કયા કારણોસર કોઇ ને કહૃાા વિના ગઇ હતી તેવા પ્રશ્ર્નો કરવામા આવ્યા હતા. આમ ત્રણ યુવકો દ્વારા અપહરણ કર્યા બાદ ગભરાયેલી સગીરાએ સમગ્ર મામલે પોતાના પરીવારને વાકેફ કર્યા હતા.

જેના પગલે તેણીના પિતા દ્વારા યુવકોને ઠપકો આપવા જતા યુવકના પરીવારજનોએ સગીરાના ઘરે જઇ જાતી વાચક શબ્દો ઉચ્ચારી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાને પગલે પીડીત પરીવાર દ્વારા કઠલાલ પોલીસ મથકે પોતાની આપવીતી જણાવી હતી. જેના પગલે કઠલાલ પોલીસે ત્રણ મુસ્લીમ યુવક વિરુધ્ધ પોસ્કો સહીત એટ્રોસીટીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.