બાયો-ડિઝલ કારોબારની તપાસ થાય તો ગાંધીનગર સુધી છેડા પહોંચે??

બાયો-ડિઝલ કારોબારની તપાસ થાય તો ગાંધીનગર સુધી છેડા પહોંચે??
બાયો-ડિઝલ કારોબારની તપાસ થાય તો ગાંધીનગર સુધી છેડા પહોંચે??

જિલ્લા પુરવઠા શાખા દ્વારા રાજકોટ જિલ્લામાં અધિકૃત બાયો-ડિઝલના વેચાણની કોઇ પરવાનગી આપી નથી : ગાયત્રીબા વાઘેલા

બાયો ડિઝલના કાળા કારોબારમાં મુળ સુધી તપાસ કરવામાં આવે તો ગાંધીનગર સુધી રેલો આવે તો ગાંધીનગર સુધી રેલો આવે તેમ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

વધુમાં જણાવ્યું છે કે, સતત બે વર્ષથી જગ જાહેર બે રોક-ટોક રીતે દ્વારકાથી લઇ ગાંધીનગર સુધી અને કંડલાથી ખંભાત-ભરૂચ સુધી ધમધમતા નકલી ડિઝલના વેચાણમાં રાજયનું પુરવઠા વિભાગની ભાગ બટાઇ અને ફરજ બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે.

પોલીસ તંત્ર દ્વારા એક અઠવાડીયામાં 300થી વધારે જગ્યાઓ ઉપર દરોડા પાડી ગુન્હા નોંધવાની કાર્યવાહી કરવામાં આવી તો અત્યાર સુધી તંત્રના ધ્યાનમાં ન હોતું કે પછી ઉપરથી આદેશ ન હતો તેમ આક્ષેપ કર્યો છે.

રાજયની સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ખૂણે-ખાંચરેથી લઇ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે સુધી ખુલ્લે આમ ધમ-ધમતાં બાયોડિઝલનાં નામે નકલી ડિઝલ અબજો રૂપીયાનાં કાળા કારોબારને ગુજરાતમાં મોટી સંખ્યામાં ડિઝલનાં વેચાણમાં ઘટાડો

અવતા અને બે વર્ષમાં ડિઝલનું વેચાણ કરતાં પંપોની સંખ્યા ઘટતા કેન્દ્ર સરકારનાં પેટ્રોલીયમ મંત્રાલયનાં ધ્યાન ઉપર આવતાં કેન્દ્રનાં આદેશનાં પગલે સફાળી જાગેલી ગુજરાત સરકારે આ કળા કારોબારને રોકવા માટે દરોડા પાડવામાં આવી રહયાં છે.

ત્યારે સતત બે વર્ષ સુધી કોઇ કાર્યવાહી ન કરનાર પોલીસ તંત્ર અને પુરવઠા વિભાગ જો એક જ અઠવાડિયામાં 300 જગ્યાએ રેડ કરી ગુન્હાઓ દાખલ કરી શકતી હોય તો અત્યાર સુધી કોઇ પણ પ્રકારની કાર્યવાહી શા માટે ન કરી અને આ કાર્યવાહીમાં પણ માત્ર નાની માછલીઓ ને જ પકડવામાં આવી રહી છે

અને વેચાણ કરનારા માણસો અને તેમનો નાનો જથ્થો જ સીલ કરવામાં આવી રહયો છે. ખરેખર મૂળ સુધી પહોંચવામાં આવે તો અનેક અધિકારીઓ અને છેક ગાંધીનગર સુધી રેલો પહોંચે તેમ છે.

માત્ર રાજકોટ શહેર જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારીને આરટીઆઇ થી પૂછવામાં આવેલ માહિતી મુજબ જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અધિકૃત બાયોડિઝલનાં વેચાણની કોઇ જ પરવાનગી આપવામાં આવી નથી.

છતાં પણ રાજકોટ શહેર જિલ્લામાં નકલી ડિઝલનો કાળો કારોબાર ખુલ્લે આમ ચાલતો હતો.અબજો રૂપિયાનાં ગેરકાયદેસર ડિઝલના કાળાકારોબાર સત્ય બહાર લાવે આવે અને સરકારની (પ્રજાની) તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી

Read About Weather here

પોતાના ઘર ભરનારા પાસેથી નાણાં પરત મેળવવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરે તેમ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસંસદમાં ફરી વિપક્ષી ગર્જના : બન્ને ગૃહો સ્થગીત
Next articleગોલીડા પાસે 2 બાઈક ટક્કરાતા 3 ને ઈજા