બાપ રે…અનન્યા પાંડેએ BFને 75 કોલ કર્યા, નેહાના શોમાં પોતાની અંગત વાતનો કર્યો ખુલાસો

બાપ રે...અનન્યા પાંડેએ BFને 75 કોલ કર્યા, નેહાના શોમાં પોતાની અંગત વાતનો કર્યો ખુલાસો
બાપ રે...અનન્યા પાંડેએ BFને 75 કોલ કર્યા, નેહાના શોમાં પોતાની અંગત વાતનો કર્યો ખુલાસો

નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’માં વાત કરતી વેળા અનન્યાએ કહ્યું કે તેનો બોયફ્રેન્ડ તેના કોલનો જવાબ પણ આપતો ન હતો…

નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’માં વાત કરતી વખતે અનન્યાએ કહ્યું કે તેનો બોયફ્રેન્ડ તેના કોલનો જવાબ આપતો ન હતો.જેના લીધે તે તેને સતત ફોન કરતી રહી હતી. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી ગઈ છે. અનન્યા અવારનવાર પોતાની અંગત જીવન વિશે ખુલીને વાત કરતી જોવા મળે છે.

તાજેતરમાં અનન્યા તેના અંગત જીવનને કારણે ફરી એક ચર્ચામાં હતી. આદિત્ય રોય કપૂર સાથે તેની સતત વિઝિબિલિટીને કારણે એવું કહેવામાં આવી રહ્યું હતું કે અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. બંનેની ઘણી તસવીરો વાયરલ થઈ હતી, પરંતુ બંનેએ આ સમાચાર પર ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી.બંનેમાંથી કોઈએ તેમના સંબંધોને સ્વીકાર્યા કે નકાર્યા નથી . પરંતુ પછી સમાચાર સામે આવ્યા કે અનન્યા અને આદિત્યનું બ્રેકઅપ થઈ ગયું છે.

અનન્યા પાંડેએ નેહા ધૂપિયાના શોમાં તેના અંગત જીવન વિશે વાત કરી હતી ત્યારે અભિનેત્રીએ જણાવ્યું કે એક સમયે તેણે તેના બોયફ્રેન્ડને 50 થી 75 વખત ફોન કર્યો હતો. ત્યારે અનન્યાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’માં આ વિશે વાત કરતી વખતે અનન્યાએ કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેના કોલનો જવાબ આપ્યો નહી જેના કારણે તે તેને સતત ફોન કરતી રહી. આ સમય દરમિયાન અનન્યાએ પોતાને ‘સાયકો ઓબ્સેસિવ સ્ટોકર ગર્લફ્રેન્ડ’ પણ કહી દીધુ હતું.