ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ સાથે સિકયુરીટી ગાર્ડની કામગીરી ચકાસી
નરસિંહ મહેતા ઉંધાન ખાતે રાત્રે સિકયુરીટી ગાર્ડ ગેરહાજર જણાતા નોટીસ ફટકારાઈ
ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ દ્રારા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક આવેલ જુદા-જુદા ગાર્ડનમાં મુકવામાં આવેલ સિકયુરીટીગાર્ડની કામગીરી સંદર્ભ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેલ હતું. ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવેલ કે, રાજકોટ મહાનગર પાલિકાની જુદી-જુદી મિલકતોની જાળવણી માટે
Visit Saurashtra Kranti Homepage here
19-જેટલી પ્રાઈવેટ સિકયુરીટી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. જેમાં 646 જેટલા સિકયુરીટીગાર્ડ અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવે છે. તેમજ આ માટે રાજકોટ મહાનગરપાલિકા માસિક રૂ.9252335 નો ખર્ચ કરે છે.
આ સિકયુરીટીગાર્ડ જે-તે સ્થળે નિયમિત ફરજ બજાવે છે કે નહી, આ અંગે ડેપ્યુટી મેયર તથા ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ સાથે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં ગાર્ડનોમાં ચેકીંગ કરવામાં આવેલ હતું.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક જુદા-જુદા ગાર્ડનોમાં રાઉન્ડ ધ કલોક સિકયુરીટી ગાર્ડ ફરજ પર મુકવામાં આવેલ છે. જે સંદર્ભ નરસિંહ મહેતા ઉદ્યાન ખાતે રાત્રીના સમયે ચેકીંગ હાથ ધરવામાં આવેલ અહી બે સિકયુરીટીગાર્ડ ફરજ પર રાખવામાં આવેલ છે.
સિકયુરીટીગાર્ડ ને 8-00 થી 16-00 તથા 16-00 થી 24-00 ફરજ સોંપવામાં આવેલ છે. પરંતુ રાત્રીના સમયે આ સિકયુરીટીગાર્ડ ફરજ પર હોતા જ નથી.આ બાબત ઘણી ગંભીર જણાય છે.
આ અંગે સત્વરે ડેપ્યુટી મેયર દ્રારા ડેપ્યુટી કમિશનરને પગલા લેવા સ્થળ પર સુચના આપવામાં આવેલ છે. જે સંદર્ભ ડેપ્યુટી કમિશનરની સુચના અન્વયે સુરક્ષા અધિકારી દ્રારા સત્વરે આ સિકયુરીટીગાર્ડની એજન્સી જય ભારત સિકયુરીટી ઓર્ગેનાઈઝેશન, જુનાગઢને સિકયુરીટીગાર્ડની ફરજ પર બેદરકારી
સંદર્ભ તેની નોટિસ આપવામાં આવેલ છે. તેમજ ખુલાસો કરવા જણાવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા મિલકતોની જાળવણી માટે સિકયુરીટી એજન્સી પાછળ મોટા ખર્ચ કરે છે.
Read About Weather here
ત્યારે ફરજ પર અનિયમિતતા જે-તે સ્થળે દબાણ તેમજ અસામાજિક પ્રવૃતિ થાય અને સિકયુરીટીગાર્ડની ફરજ હોય છતાં આવી પ્રવૃતિ થાય આ બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here