૨૦ જાન્યુયારીએ રાષ્ટ્રપતિપદના શપથ લેવા જઈ રહેલા જો બાઇડને રોન ક્લેનને ચીફ ઓફ વ્હાઇટ હાઉસ બનાવ્યા છે. ૫૯ વર્ષના ક્લેનને કટ્ટર ડેમોક્રેટ અને કડક એડમિનિસ્ટ્રેટર માનવામાં આવે છે. બાઇડન અને ક્લેનનો સંબંધ ૩૧ વર્ષ જૂનો છે. ક્લેન અને બાઇડનની વચ્ચે દોસ્તાના સંબંધ પણ છે. બાઇડન અને વાઇસ-પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા હેરિસ હાલના દિવસોમાં ડેલાવેરની કેમ્પ ઓફિસમાં પોતાની ટીમ તૈયાર કરી રહૃાા છે. એમાં બંનેના એડવાઇઝર્સ પણ સામેલ છે.
રોન ક્લેન અમેરિકાના સૌથી પ્રખ્યાત વકીલોમાંના એક માનવામાં આવે છે. તે બરાક ઓબામાની ટીમમાં પણ જોડાયા હતા. બાઇડન એ સમયે ઉપ-રાષ્ટ્રપતિ હતા અને બાદમાં ક્લેનને તેમના વિશેષ સહાયક બનાવવામાં આવ્યા હતા. આ માટે ક્લેન માટે વ્હાઇટ હાઉસ નવી જગ્યા નથી. ક્લેને અનેકવાર ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પને ઘેર્યા હતા. માનવામાં આવે છે કે ક્લેને કોરોના વાઇરસમુદ્દે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને ઘેરી લેવાની વ્યૂહરચના ઘડી હતી. ઓબામાના સમયમાં ઇબોલા વાઇરસ નિવારવા માટે વ્યૂહરચના ઘડવામાં પણ તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી.
વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે ક્લેનની જાહેરાત કરતાં બાઇડને કહૃાું હતું કે રોન મારા માટે સૌથી અમૂલ્યવાન સહયોગી છે. ૨૦૦૯માં આર્થિક કટોકટી અને ૨૦૧૪માં ઇબોલા વાઇરસનો સામનો કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ તમામ રાજકીય પક્ષોની નજીક રહૃાા છે અને મુશ્કેલ સમયમાં કેવી રીતે કામ કરવું એ તેઓ જાણે છે.