ફેબ્રુઆરીમાં પ્રથમ વાર : વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે…

પ્રથમ વાર ફેબ્રુઆરીમાં : વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે...
પ્રથમ વાર ફેબ્રુઆરીમાં : વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે...

ગુજરાત શિક્ષણ બોર્ડ શૈક્ષણીક વર્ષ 2024-25 નું એકેડેમીક કેલેન્ડર જાહેર કરાયું છે. જે અનુસાર 2025 ની બોર્ડની ધો.10 અને 12 ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નકકી કરાયું છે. બોર્ડની ધો.10 અને 12 ની પરીક્ષા 27 ફેબ્રૂઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે.આ ઉપરાંત વર્ષ દરમ્યાન 237 દિવસનો અભ્યાસ કરાવાશે. પ્રથમ શૈક્ષણીક સત્ર 27 ઓકટોબર સુધી ચાલશે. ત્યારબાદ 28 ઓકટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં ધો.9 થી 12 પ્રથમ પરીક્ષા 14 ઓકટોબરથી લેવામાં આવશે.

ફેબ્રુઆરીમાં પ્રથમ વાર : વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે… ફેબ્રુઆરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણીક વર્ષ 2024-25 નું એકેડેમીક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમીક કેલેન્ડર અનુસાર પ્રથમ શૈક્ષણીક સત્રનો 13 જુનથી પ્રારંભ થયો છે. અને 27 ઓકટોબર સુધી ચાલનારા પ્રથમ સત્રમાં 108 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. 28 ઓકટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ફેબ્રુઆરીમાં પ્રથમ વાર : વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે… ફેબ્રુઆરી

ત્યારબાર 18 નવેમ્બરથી દ્વિતિય સત્રમાં 135 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે.ત્યારબાદ 5મેથી 8 જુન સુધી વેકેશન જાહેર કરાયું છે અને 9 જુન, 2025 થી નવા શૈક્ષણીક વર્ષનો પ્રારંભ થશે.આમ ચાલુ શૈક્ષણીક વર્ષમાં પ્રથમ સત્ર અને દ્વિતિય સત્ર મળીને કુલ 243 દિવસ અભ્યાસનાં નકકી કરવામાં આવ્યા છે.

જેમાંથી 6 સ્થાનિક રજા બાદ કરતા 237 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. ધો.9 થી 12 ની તમામ પ્રવાહની પ્રથમ પરીક્ષા 14 ઓકટોબરથી 23 ઓકટોબર દરમ્યાન લેવામાં આવશે.ત્યારબાદ પ્રિલીમ-દ્વિતિય પરીક્ષા 20 જાન્યુઆરી 2025 થી 28 જાન્યુઆરી 2025 દરમ્યાન લેવામાં આવશે.ધો.10 અને 12 ની બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ કરી દેવામાં આવશે. જયારે 12 સાયન્સની પ્રાયોગીક પરીક્ષા 6 ફેબ્રૂઆરીથી શરૂ કરવામાં આવશે અને 14 ફેબ્રુઆરી સુધી પ્રાયોગીક પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

ફેબ્રુઆરીમાં પ્રથમ વાર : વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે… ફેબ્રુઆરી

શિક્ષણ બોર્ડ દ્વારા 2025 માં ધો.10 અને ધો.12 ની બોર્ડની પરીક્ષા વહેલી યોજવાનો નિર્ણય કરાયો છે.અત્યાર સુધી બોર્ડ દ્વારા ધો.10 અને 12 ની પરીક્ષા માર્ચ માસમાં શરૂ કરવામાં આવતી હતી અને માર્ચમાં પરીક્ષા પૂર્ણ થતી હતી. પરંતુ આ વખતે બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી જ ધો.10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે.જે 13 માર્ચના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ ધો.9 અને 11 ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 19 એપ્રિલ દરમ્યાન લેવામાં આવશે.

ફેબ્રુઆરીમાં પ્રથમ વાર : વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે… ફેબ્રુઆરી

વર્ષ દરમ્યાન 80 દિવસની રજા
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમીક કેલેન્ડર અનુસાર વર્ષ દરમ્યાન 80 દિવસની રજા નકકી કરવામાં આવી છે.જેમાં દિવાળી વેકેશનનાં 21 દિવસ ઉનાળુ વેકેશનનાં 36 દિવસ ઉપરાંત જાહેર રજાઓ 18 દિવસ અને સ્થાનિક રજાઓ 8 દિવસનો સમાવેશ થાય છે.આમ સમગ્ર વર્ષ દરમ્યાન મહતમ 80 રજાઓ વિદ્યાર્થીઓને મળશે.આ સિવાય રવિવારની રજાઓ અલગ રહેશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here