ફિલ્મ અભિનેત્રીએ ફિનાઇલ પીને કરી આત્મહત્યા કરવાની કોશિશ!

235
અભિનેત્રી
અભિનેત્રી

૨૮ માર્ચે નાગાર્જુન અને અભિનેત્રી ચૈત્રા (ચૈત્ર કોટૂર) નો ફોટો સામે આવ્યો હતો

Subscribe Saurashtra Kranti here

કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી અને કન્નડ બિગ બોસના સ્પર્ધક ચૈત્રા કોટૂર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે તેણે તેના ઘરે ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. આ ઘટના બાદ અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અત્યારે અભિનેત્રીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહૃાું છે.
થોડા દિવસો પહેલા ચૈત્રા કોટૂરે ઉદ્યોગપતિ નાગાર્જુન સાથે લગ્ન કર્યા હતા. તેણે આ વાત તેના લગ્નના ફોટો શેર કરીને જાહેર કરી હતી. મળતી માહિતી મુજબ, નાગાર્જુનનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ નાગાર્જુન કહે છે કે કેટલાક લોકોને મજબૂર કર્યા બાદ તેણે તેની ઇચ્છા વિરુદ્ધ ચૈત્રા સાથે લગ્ન કર્યા હતા.

૨૮ માર્ચે નાગાર્જુન અને ચૈત્રા (ચૈત્ર કોટૂર) નો ફોટો સામે આવ્યો હતો, જે ખૂબ વાયરલ પણ થયો હતો. વાયરલ તસવીરમાં બંને લગ્ન પછી મંદિૃરમાં ઉભા જોવા મળ્યા હતા. ચૈત્રા નાગાર્જુન સાથે લાંબા સમયથી રિલેશનમાં હતી. આ લગ્ન દરમિયાન ચૈત્રાના પરિવારના સભ્યો પણ હાજર હતા અને સાધારણ રીતે લગ્ન કર્યા હતા.

Read About Weather here

લગ્ન પછી, જ્યારે ચૈત્રા કોટૂર નાગાર્જુનનાં ઘરે ગઇ, ત્યારે તેને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાદમાં બન્નેને ઘરના લોકોએ બહારનો રસ્તો બતાવ્યો. સાથે જ કહૃાું કે તેમના લગ્ન અમાન્ય છે. ચૈત્રાએ આ દરેક વાતો પોલીસેને જણાવેલા નિવેદનમાં કહૃાું તેની સાથે જ કહૃાું કે નાગાર્જુન લગ્નને સતત ટાળી રહૃાો હતો બાદમાં ચૈત્રાના ઘરના લોકો અને સમાજના લોકોએ સમજાવ્યા બાદ લગ્ન માટે તૈયાર થયો હતો.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here