ફિલિપાઇન્સમાં ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીની ધરા પર ધ્રુજી

75
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

દિલ્હીમાં અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના આંચકા

આજે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં શુક્રવારે સવારે ૫:૧૩ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ સ્થાનિક સમય મુજબ સવારે ૫:૦૨વાગ્યે રિક્ટર સ્કેલ પર ૨.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ હળવા આંચકા દિલ્હીના નાગલોઇ વિસ્તારમાં અનુભવાયા હતા. મનીલાથી કોઈ જાનહાનિના સમાચાર મળી રહૃાા નથી.

આપને જણાવી દેઈ કે, ૧૬ ડિસેમ્બર, ગુરુવારે ૮ દિવસ પહેલા દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા ૪.૨ હતી. જેનું કેન્દ્ર રાજસ્થાનના અલવરમાં હતું. રાત્રે ૧૦ વાગ્યે મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો.મણિપુરના ચૌરાહ ચાંદૃપુર વિસ્તારમાં અનુભવાયો હતો.

આ મહિનાના પ્રથમ સપ્તાહમાં, ૨ ડિસેમ્બરે, દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૭ ની તીવ્રતા હતી. આ હળવા ભૂકંપનું કેન્દ્ર કેન્દ્ર ગાઝિયાબાદ જિલ્લામાં હતું. લોકડાઉન થયા પછી, અત્યાર સુધીમાં ૧૬ થી વધુ વખત દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોટાભાગના ભૂકંપ દેશની રાજધાનીની આસપાસ કેન્દ્રિત થયા છે.