ફાસ્ટેગનો ઉપયોગ કર્યો ન હોવા છતા એક વ્યક્તિના ખાતામાંથી પૈસા કપાયા

10

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં હવે ફાસ્ટેગ જરૂરી કરી દીધુ છે. એટલે કે હવે હાઈવે પર ટોલ આપતા સમયે તેના પેમેન્ટ ફાસ્ટેગથી જ કરવું પડશે. ઓછુ બેલેન્સ રાખવા છતા પણ એકાઉન્ટમાંથી પૈસા કપાઇ રહૃાા છે. ફાસ્ટેગનો ઉપયોગ કર્યો ન હોવા છતા પણ એક વ્યક્તિના ખાતામાંથી પૈસા કપાઇ ગયા છે. આઇટી કર્મચારી વિનોદ જોશીના ફોન પર ત્રણ એસએમએસ આવ્યા હતા. આ એસએમએસમાં લખ્યું હતું કે તેના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ૩૧૦ રૂપિયા કાપવામાં આવ્યા છે. સમસ્યા એ છે કે પૂરા દિવસ કાર તેના ઘરે રહી હતી. તો ફાસ્ટેગ ખાતામાંથી રૂપિયા કેવી રીતે કાપવામાં આવ્યા? જોશીએ બનાવટી અથવા ક્લોન થયેલ ફાસ્ટેગના ડરથી આ અંગે તપાસની માંગ કરી છે. જોશીએ કહૃાું, ‘બુધવારે મેં મારી કારનો ઉપયોગ માત્ર પુત્રીને શાળામાં મૂકવા માટે કર્યો હતો. તેમની શાળા સેનાપતિ બાપટ રસ્તા પર છે.

હું પૂના-મુંબઇ એક્સપ્રેસ વેની આજુબાજુ પણ નહોતો. મારી પાસે સીસીટીવી ફૂટેજ છે જેમાં પૂરા દિવસ કાર ઘરે રહી હતી. તેમણે કહૃાું કે, સવારે આવેલા પહેલા એસએમએસમાં વાશી ટોલ પ્લાઝામાંથી ૪૦ રૂપિયા કાપવાની માહિતી મળી હતી. જોશીએ કહૃાું, બીજો એસએમએસ ૮.૪૦ વાગ્યે આવ્યો, જેમાં ખલાપુર ટોલ પ્લાઝા પર ૨૦૩ રૂપિયા કપાવાની માહિતી હતી. ત્યારબાદ બપોરે ૧૨.૪૦ વાગ્યે ત્રીજો એસએમએસ આવ્યો. તેમાં ૬૭ રૂપિયાના ટાલેગાંવ ટોલ પ્લાઝા પરથી કપાયા હોવાની માહિતી હતી. જોશીએ ફાસ્ટેગ એકાઉન્ટ આપતી બેંકની ગ્રાહક સેવા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ કંઈ બહાર આવ્યું નહીં.

તેણે કહૃાું, જો હું મારા ફાસ્ટેગ ખાતામાં વધારે પૈસા રાખ્યા હોત, તો મારે વધારે નુકસાન ભોગવવું પડી શકત. હું આ અંગે ચિંતિત છું અને અધિકારીઓએ આ મામલાની તપાસ કરવી જોઈએ. જોશીએ બેંકમાં ફરિયાદ નોંધાવી છે અને ટૂંક સમયમાં તેઓ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમનો પણ સંપર્ક કરશે. એમએસઆરડીસીના ચીફ ડાયરેક્ટરે કહૃાું છે કે અમે ચોક્કસપણે આ મામલાની તપાસ કરીશું. આ પ્રકારનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે.