સંસ્થાસ્ત્રી સલાહકાર સમીતી : મૌલેશભાઇ ઉકાણી, ગોવિંદભાઇ વરમોરા, ચંદુભાઇ વિરાણી, બાલાજી વેફર્સ, વલ્લભભાઇ કટારીયા, કટારીયા ગ્રુપ, રમેશભાઇ ધડુક, નાથાભાઇ કાલરીયા, સસ્ત્ર ફોર્જ, બાબુભાઇ ઘોડાસરા, વિઠલભાઇ ધડુક, જગદીસભાઇ કોટડીયા, ગુણવંતભાઇ ભાદાણી,
Visit Saurashtra Kranti Homepage here
શિવલાલ આદ્રોજા, મુળજીભાઇ ભીમાણી, સ્મિતભાઇ કસ્ત્રેરીયા, કિશોરભાઇ ભાલાળા, મસ્ત્રસુખભાઇ પાણ, વલ્લભભાઇ વડારીયા, ધરમશી સીતાપરા, ત્રાંબકભાઈ ફેફર, શૈલેસ ગોવાણી, ડો, વી.એસ્ત્ર.પટેલ, ભુપતભાઈ ભાણવડીયા, અસ્ત્રે અરવિંદભાઈ વડારીયા.
મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સની વાત આવે એટલે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ જ યાદ આવે. જોકે અંજીર જેવો સૂકો મેવો બહુ ઓછા લોકો ખાય છે. શિયાળામાં બાળકોને અંજીર ખવડાવવાથી તેમનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. અંજીર એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ગુણકારી અને લાભદાયી સાબિત થાય છે.
જો રોજીંદા જીવનમાં આ ફળનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે.અંજીર ખાવાથી ચહેરા પર રહેલી કરચલીઓ , ફોલ્લીઓ અને ડાર્ક સર્કલ્સ વિશે ચિંતિત છો, તો જરાપણ ચિંતા ના કરો , આ ફળનુ નિયમિત સેવન કવાથી તમારી આ તમામ સમસ્યાઓ દૂર થઇ થશે.
એના ફાયદા જાણીશું તો કદાચ ભલે ગમે એટલાં મોંઘાં અંજીર હોય, ખાવાનું મન જરૂર થશે. અંજીરના ગુણધર્મો જોઇએ તો તે મધુર, સ્નિગ્ધ અને શીતળ એવાં અંજીર વાયુ અને પિત્તનું શમન કરે છે. એમાં ટાયરોસિન, અમીનો ઍસિડ,
લાયસિન જેવાં જુદી-જુદી જાતનાં એન્ઝાઇમ્સ (પાચક રસો) સમાયેલાં છે. અંજીર પ્રોટીન, લોહ, કેલ્શિયમ, તાંબું વગેરે અનેક જાતનાં ખનિજો અને તત્વોથી ભરપૂર છે. વિટામિન એ, બી અને સી પણ એમાં સારીએવી માત્રામાં છે. 100 ગ્રામ અંજીરમાં આશરે 300 કેલરી હોય છે.અંજીર પાકની રીત
એક કિલો અંજીરને ગરમ પાણીએ બે-ચાર વખત ધોઈને બરાબર ડૂબે એ રીતે પાણીમાં પલાળવાં. બીજે દિવસે પાણીમાંથી કાઢી એના બારીક કટકા કરી બે લિટર દૂધમાં નાખીને ઉકાળવાં. આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી ચોંટી ન જાય. દૂધનો ભાગ સાવ બળી જાય એટલે નીચે ઉતારી લેવું.
અંજીરના આ માવાને ચોખ્ખા ઘીમાં આ શેકવો. સરખું શેકાઈ જાય અને દૂધ તથા પાણીની ભીનાશ બળી જાય ત્યાં સુધી શેકવું. પછી નીચે ઉતારી સાકરની ચાસણીમાં એનું મિશ્રણ કરી એમાં બદામ, ચારોળી, પિસ્તા, એલચી વગેરે માપસર નાખીને થાળીમાં ઢાળી દેવું.
મોટેરાંઓએ વીસ-વીસ ગ્રામ સવાર-સાંજ અને નાનાં બાળકોએ દસ-દસ ગ્રામ સવાર-સાંજ ખાઈને ઉપર દૂધ પીવું. આ પાક એકાદ વર્ષ સુધી ખાવો.જે બાળકો અને સ્ત્રીઓનો શારીરિક વિકાસ ન થતો હોય તેમના માટે આ પ્રયોગ ઉત્તમ છે.
જે બાળકોનો વિકાસ થતો ન હોય, ઊંચાઈ વધતી ન હોય, ગમે એટલી પૌષ્ટિકતા માટેની દવા કરવા છતાં અતિદૂબળાપણું મટતું ન હોય, શરીર નિર્માલ્ય અને માયકાંગલું હોય તેમણે અંજીરનો પાક બનાવીને ખાવો જોઈએ.ત્રણ-ચાર અંજીર શરીરમાં ઘણાં તત્વો પૂરાં પાડીને અજબ સ્ફૂર્તિ આપે છે.
ચાની જગ્યાએ અંજીરવાળું દૂધ ઉકાળીને પીવામાં આવે તો એ ચા કરતાં ચારગણી ચેતના અને સ્ફૂર્તિ પૂરાં પાડે છે. વળી ચા તો ક્ષણિક ટેકો આપે છે, જ્યારે અંજીરથી એક જ વખતમાં આખા દિવસમાં જરૂરી શક્તિ અને ચેતન મળે છે.
તમે થાકીને લોથપોથ થઈ ગયા હો તો અંજીરવાળું દૂધ પીવાથી નવી તાજગી તરત જ શરૂ થઈ જાય છે.અત્યારે મોટા ભાગનાં દરેક ડ્રાયફ્રૂટ્સને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે એમાં વિવિધ કેમિકલયુક્ત દવા છાંટવામાં આવે છે.
માટે જ કોઈ પણ ડ્રાયફ્રૂટને રાત્રે નવશેકા પાણીમાં પલાળી રાખીને એને બીજા દિવસે સવારે ખાવાં જોઈએ. અંજીરને પણ રાત્રે પલાળ્યાં પછી બીજા દિવસે સવારે ચાવી-ચાવીને ખાવાથી એનો વધુ લાભ મેળવી શકાય છે
Read About Weather here
તેમ જ દ્રાક્ષ અને ખજૂરની જેમ એમાં વધુ વરાઇટી જોવા મળતી નથી. દરેક પ્રકારનાં અંજીરના ગુણો તો સરખા જ હોય છે. એનું વર્ગીકરણ ક્વોલિટી કરતાં પણ એની સાઇઝ અનુસાર કરવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here