પ્રિન્સ ફિલિપની શોક સભામાં ટૉપલેસ થઈ મહિલા!!!

પ્રિન્સ ફિલિપ
પ્રિન્સ ફિલિપ

રિપોર્ટ મુજબ પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કાર પહેલાં શોક સભાનું આયોજન કરાયું હતું

બ્રિટનના શાહી પરિવારનાપ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કાર દરમ્યાન એક મહિલાએ ખુબ હંગામો મચાવવો શરૂ કરી દૃીધો. પ્રિન્સ ફિલિપની શોક સભા દરમ્યાન અચાનક એક મહિલા દોડવા લાગી અને રસ્તા પર પહોંચતાં જ મહિલાએ પોતાના બધાં જ કપડાં કાઢી મૂક્યાં. જે બાદ આખા કાર્યક્રમમાં હંગામો મચી ગયો. આ મહિલા બુમાબુમ કરી રહી હતી અને આ મહિલાને કંટ્રોલમાં લેવામાં પોલીસે પણ ભારે મહેનત કરવી પડી હતી.

Subscribe Saurashtra Kranti here

રિપોર્ટ મુજબ પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કાર પહેલાં શોક સભાનું આયોજન કરાયું હતું, જેમાં કેટલાય લોકો હાજર હતા. રિપોર્ટ મુજબ મહિલા પણ એ શોક સભામાં હાજર હતી. શોક સભા ચાલી રહી હતી કે અચાનક મહિલા દોડવા લાગી અને બુમાબુમ કરવા લાગી. મહિલાની બુમાબુમ સાંભળી પહેલાં તો લોકોને કંઈ સમજમાં ના આવ્યું. મહિલા સતત પ્લાનેટ બચાઓ, બ્લાનેટ બચાઓની બુમાબુમ કરી રહી હતી. શોકસભામાં હાજર લોકોએ આ ઘટનાની ટિકા કરી. મહિલાએ ભાગતાં ભાગતાં રસ્તા પર જ પોતાના કપડાં કાઢી નાખ્યાં અને ટૉપલેસ થઈ ગઈ હતી, જે બાદ ત્યાં હાજર પોલીસે તેની ધરપકડ કરી લીધી.

Read About Weather here

રિપોર્ટ મુજબ આ ઘટના એવા સમયની છે જ્યારે સેંટ જ્યોર્જ ચેપલની અંદર શોકસભા ચાલી રહી હતી અને એ દરમ્યાન એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. એ દરમ્યાન જ મહિલા જોરજોરથી બુમાબુમ કરવા લાગી. રિપોર્ટ મુજબ આ મહિલા બુમાબુમ કરતાં શાહી મહેલના ગેટથી રસ્તા સુધી પહોંચી ગઈ. મહિલાને આવી હરકત કરતી જોઈ લોકોને સમજમાં નહોતું આવી રહૃાું કે આખરે આ મહિલાને શું થયું. જ્યાં સુધી સિક્યોરિટી ફોર્સ મહિલાને કાબૂમાં કરવાની કોશિશ કરત ત્યાં તો તેણે ક્વીન વિક્ટોરિયાની પ્રતિમા પર છલાંગ લગાવી દીધી હતી. જે બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી. પોલીસે મહિલાના શરીર પર સફેદૃ કપડું ઢાંકી દીધું. મહિલાએ પોતાની આંખો પર કાળાં ચશ્મા લગાવી રાખ્યાં હતાં અને ટોપી પહેરી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here