પ્રશાંત કિશોર પંજાબ મુખ્યમંત્રી અમિંરદર સિંહના મુખ્ય સલાહકાર બન્યા

પંજાબમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાંમાં પોતાની રણનીતિથી કોંગ્રેસને જોરદાર જીત અપાવનાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એક વાર ફરી કેપ્ટન અમિંરદર સિંહ સાથે જોડાયા છે. કેપ્ટને લખ્યુ કે, તેમણે પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા છે. અમે પંજાબના લોકોની ભલાઈ માટે એક સાથે કામ કરવા તત્પર છીએ.

૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ કેપ્ટનની જીતમાં પ્રશાંત કિશોરની રણનીતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દસ વર્ષથી સત્તામાંથી બહાર રહેલા કેપ્ટન અમિંરદર સિંહને એક બ્રાન્ડના રૂપમાં સ્થાપિત કરવામાં પ્રશાંત કિશોર સફળ રહૃાા. શરૂઆત કોફી વિથ કેપ્ટનથી કરવામાં આવી. પ્રશાંત કિશોરની ૬૦૦ લોકોની ટીમે દિવસ-રાત કામ કરી કેપ્ટનને એક બ્રાન્ડના રૂપમાં સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. ત્યારે પ્રશાંતની સામે પડકાર હતો કે પંજાબમાં કેપ્ટનની મહારાજા વાળી છબીને ખતમ કરવાની, જેમાં તેઓ સફળ રહૃાા હતા.