સમગ્ર દેશના નાગરિકોને ટુંકમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત મળી શકે છે. કમરતોડ બોજ નાંખ્યા બાદ આખરે મોદી સરકાર પેટ્રોલિયમ પેદાશો પરનો ટેક્સ ઘટાડવા તૈયાર થઇ છે. રિઝર્વ બેક્ધના ગવર્નર શક્તિકાંત દાસે સરકારને ટેકસમાં કાપ મૂકવાનું સુચન કર્યું. પછી નાણામંત્રાલય આ અંગે વિચાર કરી રહૃાું છે.
મંત્રાલયના સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યા છે. જે મુજબ કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે વિપક્ષ સહિત ચારેબાજુથી સરકાર પર ટીકાનો મારો થઇ રહૃાો છે.
રિપોર્ટ મુજબ નાણામંત્રાલયે રાજ્ય સરકારો, ઓઇલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલયની સાથે મંત્રણા શરુ કરી છે. તેમાં ગ્રાહકોને રાહત આપવાની સાથે સરકારની તિજોરી પર બોજ પણ ન પડે તે અંગે માર્ગ શોધવામાં આવી રહૃાો છે.
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવો કઇ રીતે સ્થિર રાખવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવી રહૃાો છે. તેના માટે માર્ચના મધ્ય સુધી સરકાર કોઇ નિર્ણય લઇ શકે છે. સરકાર ટેક્સમાં કાપ મૂકતા પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો સ્થિર થવાની રાહ જોઇ રહી છે. જેથી ભાવિષ્યમાં ટેક્સમાં વધારો કરવાની જરુર ન પડે. દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહૃાું કે ટેક્સ અને રાજ્ય સરકારોએ મળીને કોઇ પગલાં લેવા પડશે.
રિઝર્વ બેક્ધના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહૃાું છે કે સરકારોએ ટેક્સમાં કાપ મૂકવો જોઇએ. અત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ટેક્સનો હિસ્સો બહુ મોટો છે. પેટ્રોલના ભાવમાં આશરે ૬૦ ટકા ટેક્સ છે. તેથી ૩૬ રૂપિયામાં આવતું પેટ્રોલ ટેક્સને કારણે ૯૦ રુપિયાની આસપાસ થઇ ગયું છે. એટલે કે આશરે ૫૦- ૫૫ રૂપિયા ટેક્સ લાગી રહૃાો છે.