પેટ્રોલ-ડીઝલનાં ભાવની સાથે ખાદ્યતેલોનાં ભાવમાં પણ ભડકો

ખાદ્યતેલોનાં ભાવમાં પણ ભડકો
ખાદ્યતેલોનાં ભાવમાં પણ ભડકો

કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ રૂ. 2370 નો થયો હતો. જ્યારે ખાદ્યતેલના ભાવ સ્થિર રહ્યા હતા.

મે મહિનાના અંતિમ ભાગમાં સીંગતેલના ભાવમાં રૂ.150 નો ઘટાડો થવાથી સીંગતેલનો ડબ્બો રૂ.2630ની સપાટીથી ઘટીને રૂ.2480નો થયો હતો. જયારે કપાસિયા તેલમાં રૂ.15નો ભાવ ઘટ્યો હતો. 1લી જુને સીંગતેલનાં ડબ્બામાં રૂ.40નો ભાવ ઘટાડો થયો હતો અને 3 જુને ફરી રૂ.40 વધ્યા હતા.ત્રણ દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ ભાવમાં ફરી વધારો આવતા સોમવારે સીંગતેલનો ડબ્બો રૂ.2500નો થયો.

Subscribe Saurashtra Kranti here

કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ રૂ. 2370 નો થયો હતો. જ્યારે ખાદ્યતેલના ભાવ સ્થિર રહ્યા હતા. પામોલીન તેલ રૂ. 2000-2005, 15 કિલો સરસિયાનો ભાવ રૂ. 2280-2320 નો રહ્યો હતો. સનફલાવર તેલ રૂ. 2440-2470, મકાઈ તેલનો ભાવ રૂ. 2100 થી 2120 સુધીનો બોલાયો હતો. આંશિક ધટાડા બાદ ખાદ્યતેલના ભાવમાં ફરી પાછો ભાવ વધારો આવ્યો છે.

Read About Weather here

અત્યારનાં સમયમાં દરેક લોકો આર્થીક ખેંચનો સામનો કરી રહ્યા છે.તેવામાં લોકોને પડયા પર પાટુ સહન કરવુ પડી રહ્યું છે.રાજકોટમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ રૂ. 92 ને પાર થયો છે. સોમવારે પેટ્રોલનો ભાવ રૂ. 92.11 હતો અને ડિઝલનો ભાવ રૂ. 92.69 હતો. આમ એક માસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 3.41 અને ડિઝલના ભાવમાં રૂ. 5.14 નો ભાવ વધારો થયો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here