પુલવામામાં સીઆરપીએફ દળ પર આતંકવાદી હુમલો, એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદ સામે અભિયાન ચલાવી રહૃાા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧૮૦ કરતા પણ વધારે આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. આ જ શ્રેણીમાં આજે એક શંકાસ્પદ આંતકવાદીએ ફાયરીંગ કરતા પુલવામા જિલ્લામાં એક જવાન ઘાયલ થયો છે.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં સોમવારે એક શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. હકિકતમાં આ વિસ્તારની નજીક સીઆરપીએફ દળ પર આતંકવાદીઓએ ફાયરીંગ કરી દીધુ હતુ. જેમાં એક જવાન ઘાયલ થયો હતો. ઘાયલ જવાનન તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા થયાની થોડી જ વારમાં વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમજ હુમલાખોરોની શોધખોળ ચાલુ છે.

Previous articleપ્રદુષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં નહીં આવી શકે, સતત પ્રયાસની જરૂર: જાવડેકર
Next articleમહારાષ્ટ્રમાં સુરક્ષાદળોને મોટી સફળતા: ૫ નક્સલીઓ ઠાર