પુતિને અમેરિકા ચૂંટણીમાં ટ્રમ્પના સમર્થનમાં અભિયાન ચલાવવા આદેશ આપ્યો હતો (15)

  US-RUSSIA-અમેરિકા
  US-RUSSIA-અમેરિકા

  Subscribe Saurashtra Kranti here.

  અમેરિકા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપોને રશિયા સતત નકારતું આવ્યું

  અમેરિકી ગુપ્તચર વિભાગનો દાવો

  અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓમાં રશિયાની ભૂમિકા ફરી એક વખત વિવાદમાં ઘેરાઈ છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગત વર્ષે યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પ્રચાર અભિયાન ચલાવવામાં મદદનો આદેશ આપ્યો હતો તેવી શક્યતા છે. એક સરકારી રિપોર્ટ પ્રમાણે રશિયાએ બાઈડનના વિજય બાદ ભ્રામક અને પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા.

  જો કે, ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કોઈ વિદેશી સરકારે અંતિમ પરિણામોને પ્રભાવિત નહોતા કર્યા. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપોને રશિયા સતત નકારતું આવ્યું છે. નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટરની ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા ૧૫ પાનાના રિપોર્ટમાં તે રશિયા અને ઈરાન દ્વારા ચલાવવામાં આવેલું પ્રભાવિત કરવાનું અભિયાન હતું તેવો દાવો રવામાં આવ્યો છે.

  Read About Weather here

  રિપોર્ટ પ્રમાણે રશિયા સાથે સંકળાયેલા લોકોએ ૩ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ બાઈડનની ચૂંટણી પહેલા જ પાયાવિહોણી ખબરો ફેલાવી હતી. નકલી જાણકારી ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો હતો. રિપોર્ટ પ્રમાણે રશિયાની ગુપ્તચર સેવા સાથે સંકળાયેલા કેટલાક લોકોએ મીડિયા સંગઠનમાં બાઈડન વિરોધી માહિતી ફેલાવી હતી. ચૂંટણીમાં બાઈડને ટ્રમ્પને માત આપી હતી અને ૨૦ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કર્યું હતું.

  Visit Saurashtra Kranti Homepage here

  Read National News : Click Here

  Read Saurashtra Kranti E-Paper here

  Visit Saurashtra Kranti Homepage here

  Read About Weather here