પાટણ પંથકમાં 11 વર્ષની બાળકીનાં ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા

પાટણ પંથકમાં 11 વર્ષની બાળકીનાં ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા
પાટણ પંથકમાં 11 વર્ષની બાળકીનાં ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા

21 મી સદીમાં 18 મી સદીની ક્રુરતાનાં દર્શન
સગીરા સાથે ત્રાસ અને ક્રુરતાની હદ વટાવનાર મહિલાની ધરપકડ

આપણે વડીલો પાસેથી એવી વાતો સાંભળતા આવ્યા છીએ કે પ્રાચીન સમયમાં એટલે કે મધ્યકાલીન યુગમાં વ્યક્તિ પાસેથી સાચું બોલાવવા માટે ઉકળતા તેલમાં હાથ નાખવા માટે મજબુર કરવામાં આવતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ તો પુરાણા જમાનાની વાત થઇ. આજે વિશ્ર્વ 21 મી સદીની પ્રગતિનાં ફળ ચાખી રહ્યું છે. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેનો ભેદ લોકો સમજવા લાગ્યા છે. આધુનિકરણનાં આ યુગમાં પ્રાચીન સમય જેવી ઘટના બને ત્યારે સૌને વિચાર કરતા કરી મુકે છે.

પાટણપંથકમાં ગઈકાલે આવી એક ઘટના બનતા સ્થાનિકતંત્ર ચોંકી ઉઠ્યું હતું.પાટણનાં સાંતલપુર ગામે બનેલી ઘટનામાં એક મહિલાએ ક્રુરતા અને અધમતાની હદ વટાવી દીધી હતી.

11 વર્ષની એક બાળકીનાં હાથ ઉકળતા તેલમાં બોળાવવામાં આવ્યા હતા. પરિણામે બાળકી જમણા હાથે ગંભીર રીતે દાઝી ગઈ હતી. કોઈવાતની ખરાઈ કરવા માટે બાળકી પર આવો ભયાનક જુલમ ગુજારવામાં આવ્યો હતો.

પોલીસને ઘટનાની જાણ થતા તુરંત જ કાર્યવાહી કરી એક મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોતાના અનૈતિક સંબંધો છુપાવવા માટે આરોપી મહિલાએ બાળકી પર દમન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

Read About Weather here

આપણા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ 18 મી સદી જેવી આવી ઘટનાઓ બનતી રહી છે. જે ખરેખર ચિંતાજનક બીના કહેવાય.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here