પાકિસ્તાનની પોલીસે દૃેશના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી અને વિપક્ષના નેતા મરિયમ નવાઝ પર દૃેશદ્રોહનો કેસ નોંધ્યો છે. મરિયમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નાવઝએ ૪૪ કાર્યકર્તાઓને પણ આ કેસમાં આરોપી બનાવ્યા છે. મરિયમ અને તેના પાર્ટી કાર્યકર્તાઓ પર ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે તેમણે ભાષણમાં લોકોને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવાની વાત કરી છે. એવું પણ કહૃાું હતું કે પાકિસ્તાનમાં કાયદૃાની વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
આ બધાની વચ્ચે ઈસ્લામાબાદૃ હાઈકોર્ટે સોમવારે પાકિસ્તાનમાં નવાઝનાં ભાષણો પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દૃીધી છે. કોર્ટે કહૃાું કે રાજકીય કેસમાં કોર્ટના સંવૈધાનિક અધિકારોનો ઉપયોગ ઠીક નથી. દૃેશના લોકો પોતાના પસંદૃ કરાયેલા પ્રતિનિધિઓ દ્વારા પાકિસ્તાનનાં હિતનું રક્ષણ કરી શકે છે. માત્ર રાજકીય ભાષણ આપવાથી પાકિસ્તાનને જોખમ નહીં થાય.